મળતી માહિતી મુજબ પેથાપુરમાં આવેલી એવન્યુ ફ્લેટના 6 નંબરમાં સલમા દાઉદ શાહ પોતાના ચાર બાળકો સાથે એક મહિના પહેલા ગાંધીનગર શહેરના સેક્ટર 24માંથી ભાડે રહેવા માટે આવી હતી. મૃતકના પતિ દાઉદ ઉર્ફે દિલીપ શાહ ફકીર રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો, ત્યારે શનિવાર 4 જાન્યુઆરીના રોજ નિત્યક્રમ મુજબ રિક્ષા લઈને નીકળ્યો હતો. જ્યારે ઘરે મૃતકની દીકરીને પોતાની મમ્મી જોવા નહીં મળતા પિતાને ફોન કરીને જણાવ્યું હતું. દિવસ દરમિયાન પતિ દાઉદ શાહ તેની પત્નીનો ફોટો લઈને શોધખોળ કરી રહ્યો હતો.
ગાંધીનગરના પેથાપુરમાં સમી સાંજે મહિલાની કરપીણ હત્યા - મહિલાની કરપીણ હત્યા
ગાંધીનગર: પાટનગરની પાસે આવેલા પેથાપુરમાં સમી સાંજે એક મહિલાની હત્યાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. મૃતક મહિલા પોતાના પરિવાર સાથે એક મહિના પહેલા સેક્ટર 24માં રહેતી હતી. મહિલાનો મૃતદેહ પોતાના મકાનમાં નહીં, પરંતુ સામે રહેલા ખાલી મકાનમાંથી મળતા ચકચાર મચી ગઇ હતી. હત્યાના બનાવની જાણ પેથાપુર પોલીસને થતા તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તે દરમિયાન શનિવારે સાંજના 6 વાગ્યાના અરસામાં એવન્યુ ફ્લેટમાં 6 નંબરના ફ્લેટની સામેની તરફ આવેલા એક નંબરના ફ્લેટમાંથી સલમાનો લોહીથી લથપત અને્ ઈજા થયેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. જેની જાણ પેથાપુર પોલીસને થતાં તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ આરોપીને પકડવા માટે SOG અને LCB પણ તપાસમાં જોડાઈ ગઈ હતી. પોલીસ દ્વારા આજુબાજુ રહેતા તમામ લોકોની પૂછપરછ કરી હતી. પોલીસે મૃતક મહિલા કોઈની સાથે અણબનાવ હતો કે, શું તે બાબતની પણ આગળની તપાસ હાથ ધરી છે.