રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતા આંકડા પ્રમાણે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ 90.92 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સિઝનમાં 0થી 50 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 0 તાલુકા, 51થી 100 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 0 તાલુકા, 126-250 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 6 તાલુકા, 251-500 મિમી વરસાદ વરસ્યો હોય તેવા 81 તાલુકા જ્યારે 500થી 1000 મિમી વરસાદ વરસ્યાં હોય તેવા 113 તાલુકા, 1000 મિમી કરતાં વધુ વરસાદ વરસ્યો હોય તેવા 51 તાલુકા નોંધાયા છે.
રાજ્યમાં ફરી ચોમાસુ જામ્યું, છેલ્લાં 24 કલાકમાં સરેરાશ 11.01 મીમી વરસાદ - અપર એરસર્ક્યુલેશન
ગાંધીનગર: રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સર્જાયેલ અપર એરસર્ક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. જેમાં છેલ્લે 24 કલાકમાં રાજ્યમાં કુલ 11.01 મીમી વરસાદ નોંધાયો છે. 22 જિલ્લાના 135 તાલુકામાં વરસ્યો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરમાં 3.50 ઈંચ વરસાદ નોંધાયો છે. ઓગષ્ટ માસમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 16.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
etv bharat gandhinagr
રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે આજ સુધીમાં 204 જળાશયોમાં હાલ3,97,817.46 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે. એટલે કે 71.94 ટકા જેટલો જળસંગ્રહ તમામ જળાશયોમાં થયો છે. સરદાર સરોવર જળાશયમાં હાલ 2,81,241.60 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના 84.18% છે.
રાજ્યના 30 જળાશયો 100 ટકા કે તેથી વધુ ભરાયા છે. 56 જળાશયો 70 થી 100 ટકાની વચ્ચે, 23 જળાશયો 50 થી 70 ટકાની વચ્ચે અને 58 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે.