- વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Election)તૈયારીઓ શરૂ
- ગુજરાત પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવે સંગઠન અને સરકારના આગેવાનો સાથે યોજી બેઠક
- આજે તમામ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક
- વિધાનસભા સંકુલમાં મળશે સાંજે 5 કલાકે બેઠક
- ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ (Bhupendrasinh Yadav)ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે
ગાંધીનગરઃભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક 5 જૂનના રોજ યોજાયા બાદ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસ પર છે, ત્યારે 11 જૂનના રોજ યાદવે કમલમ ખાતે સરકાર અને સંગઠન વચ્ચે બેઠક યોજી હતી, ત્યારબાદ 12 જૂનની વહેલી સવારથી જ ગાંધીનગર ખાતે સરકારી બંગલામાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે વન-ટુ-વન બેઠકનો દોર શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 માં ગુજરાત, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ જેવા રાજ્યોમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ચર્ચા થઈ હતી. તે અંતર્ગત હવે ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે આજે વિધાનસભા સંકુલમાં ભાજપના તમામ ધારાસભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં CM વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત તમામ નેતાઓ હાજર રહેશે.
આવનારા વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે મતદારોનો મિજાજ કેવો છે અને લોકો કઈ તરફ વિચારી રહ્યા છે તેનું સંકલન અને આયોજન કરવા બાબતે ગુજરાતના ભાજપ પ્રભારી યાદવ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પર છે, ત્યારે આજે બીજા દિવસે યાદવે સંગઠનના અને સરદારના અમુક આગેવાનો સાથે વન-ટુ-વન બેઠક યોજી હતી.
ગુજરાતમાં મુખ્ય પ્રધાનના તરીકે નવા ચહેરા કોણ ??