ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારની જાહેરાત બાદ LRD આંદોલન યથાવત, કોંગ્રેસ જ આંદોલન કરાવે છે : સીએમ વિજય રૂપાણી - અનામત

ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે 1 ઓગસ્ટ 2018ના દિવસે પડેલા પરિપત્રને લઈને અત્યારે ગાંધીનગર આંદોલન નગર બન્યું છે. છેલ્લા કેટલાક દિવસથી અનામત અને બિન અનામતની મહિલા ઉમેદવારો દ્વારા સરકારના વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે સરકારે ફરીથી નમતું જોખીને ભરતીમાં વધારો કર્યો છે, પરંતુ તેમ છતાં પણ મહિલા ઉમેદવારો દ્વારા હજુ પણ આંદોલન યથાવત રાખવામાં આવ્યું છે. તે સંદર્ભે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા અને આ તકે જણાવ્યું હતુ કે સરકારે પોતાનું કામ પૂર્ણ કર્યું છે, પરંતુ હજુ પણ આંદોલન યથાવત છે. જેમાં કોંગ્રેસ દ્વારા જ આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે વિરોધ કરનારા માત્ર રાજકારણ કરવા જે નીકળેલા હોવાનું નિવેદન પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું.

સરકારની જાહેરાત બાદ LRD આંદોલન યથાવત
સરકારની જાહેરાત બાદ LRD આંદોલન યથાવત

By

Published : Feb 17, 2020, 1:32 PM IST

ગાંધીનગર : રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ જે આંદોલન ચાલી રહ્યુ છે અને સરકારનો વિરોધ થઈ રહ્યો છે. તે બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિરોધ કરનારા માત્ર રાજકારણ કરવા નીકળેલા લોકો છે જે દીકરીઓ નોકરી માટે આંદોલન કરતી હતી તેને દરેક વર્ગની દીકરીને વધુ નોકરી મળે તે માટે સરકારે પ્રયત્ન કર્યો છે. જ્યારે આંદોલનના નામે રોટલા શેકવા લોકો ખોટા પડી ગયા છે.

સરકારની જાહેરાત બાદ LRD આંદોલન યથાવત

આ ઉપરાંત સામાન્ય વહીવટી વિભાગના પરીપત્ર કરતો હતો તે પરિપત્ર અને સરકારે અનામતનું રક્ષણ કરીને બધાને નોકરી મળે તે રીતના પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત જો પરિપત્ર થાય તો ઓછા લોકોને નોકરી મળે તેવી સંભાવના હતી, પરંતુ સરકારે હવે વધુ લોકોને નોકરી મળે તે દિશામાં કામ કર્યું છે. કોંગ્રેસે જ સમાજ છે. ઝઘડા કર્યા હોવાના આક્ષેપો પણ સીએમ વિજય રૂપાણી એ કર્યા હતા. આ ઉપરાંત ભૂતકાળના જે પણ આંદોલનો થયા તે પણ કોંગ્રેસે જ કરાવ્યા હોવાનું નિવેદન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ પરિપત્રને લઈને અનામત અને બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારે નિર્ણય જાહેર કર્યો અને વધુ સંખ્યામાં ભરતી આપવાની બાંહેધરી પણ આપી છે. તેમ છતાં પણ વિરોધ યથાવત રહેતા આ સમગ્ર વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો હોવાનું નિવેદન સીએમ રૂપાણીએ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details