ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભામાં નવી 6 ખાનગી યુનિવર્સિટીઓને લઈને સુધારા બિલ કરાયું પસાર - સુધારા બિલ

ગાંધીનગર: વિધાનસભાગૃહમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવી 6 ખાનગી યુનિવર્સિટીઓને લઈને બિલ પસાર કર્યું હતું. જેમાં વિધાનસભાના તમામ સભ્યોની સર્વસંમતિથી ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યના તમામ વિદ્યાર્થીઓને દરેક ખૂણે શિક્ષણની સેવા મળી રહે તે માટે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્ય સરકારને યુનિવર્સિટી અંગેના નીતિ નિયમો અને અને ફી બાબતની સલાહ આપી હતી.

વિધાનસભાગૃહમાં નવી 6 ખાનગી યુનિવર્સિટીઓને લઈને સુધારા બિલ કરાયું પસાર

By

Published : Jul 27, 2019, 4:38 AM IST

રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભાગૃહમાં ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ પસાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં સુધારા બિલ એ ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુ સાથે પસાર કરાયું છે. રાજ્યના જરૂરિયાત વિસ્તારોમાં ખાનગી યુનિવર્સિટીની સ્થાપના થાય અને ઉચ્ચ શિક્ષણને ઉત્તેજન મળે તે આ બિલ પસાર કરવાનો ઉમદા હેતુ છે. આગામી દિવસોમાં ખાનગી યુનિવર્સિટીઓ સ્થપાય તે દિશામાં શિક્ષણ વિભાગ આગળ વધી રહ્યું છે.

ખાનગી યુનિવર્સિટી બાબતે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્ય સરકારને સૂચનો આપ્યા હતા. જેમાં રાજ્ય સરકારની શિક્ષણ નીતિ, પ્રોફેસરોની ભરતી અને વિદ્યાર્થીઓ પાસે લેવામાં આવતી ફી અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે જ રાજ્ય સરકાર ખાનગી યુનિવર્સિટીઓને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સરકારી યુનિવર્સિટીઓ પણ આગળ વધે અને સરકારી યુનિવર્સિટીને પણ ખાસ દરજ્જો મળે તે બાબતે પણ કોંગ્રેસના સભ્યોએ રાજ્ય સરકારને ટકોર કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાગૃહમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા બિલમાં નવી 6 યુનિવર્સિટીઓ અંતર્ગતના બિલ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યા હતા.

સુધારા બિલમાં પસાર કરવામાં આવેલી નવી ખાનગી યુનિવર્સિટીઓ

  • ભાઈકાકા યુનિવર્સિટી
  • સિલ્વર ઓક યુનિવર્સિટી
  • એલ.જે.કે. યુનિવર્સીટી
  • ભગવાન મહાવીર યુનિવર્સીટી
  • જે.જી. યુનિવર્સીટી

ABOUT THE AUTHOR

...view details