વિધાનસભામાં યોજાયેલ કામ કાજ સમિતિની બેઠકમાં બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા વધુ દિવસની મંગ કરવામાં આવી હતી. આ બાબતે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું. કે વિધાનસભા સત્ર ફક્ત 3 દિવસનું રાખવામાં આવ્યું છે. જેમાં એક દિવસતો શોક પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેથી કોંગ્રેસ પક્ષ દ્વારા વધુ દિવસની માંગ કરવામાં આવી હતી. પણ વધુ દિવસની માંગ સ્વીકારવા આવી નથી .જ્યારે બાકીના બે દિવસોમાં કુલ 6 જેટલા બિલ પણ પસારર કરવામાં આવશે. જ્યારે વિધાનસભા સત્રમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગૃહમાં સત્તા પક્ષને ઘેરવા માટે નું પણ આયોજન કર્યું છે. જેમાં બિન સચિવાલય પરીક્ષા મુદ્દે, ડીપીએસ મુદ્દે કોંગ્રેસ પક્ષ આકરા પ્રહાર કરશે.
વિધાનસભા કામકાજે બેઠક મળી, ગૃહ મળે તે પહેલા સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને
ગાંધીનગર: વિધાનસભા ચોમાસુ સત્રની સોમવારથી શરૂવાત થઈ રહ્યી છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે વિધાનસભા કામકાજ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં 3 દિવસની મળનારી વિધાનસભાની બેઠકમાં ક્યાં ક્યાં કામ કરવાના છે. કેટલા બિલ છે. તે અંગેની તૈયારીઓની બેઠક યોજાઇ હતી.
જ્યારે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કે વિધાનસભા કામકાજ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિધાનસભામાં કામ હાથે લેવા અંગેની તમામ ચર્ચાઓ કરવામાં આવી હતી. વિધાનસભાના પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ રાખવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે કુલ છ જેટલા બિલ પસાર કરવામાં આવશે. જ્યારે કોંગ્રેસ પક્ષે વધુ સમયની માંગ બાબતે જાડેજાએ જણાવ્યું હતું. કે કમિટીની બેઠકમાં ફક્ત કામકાજને ધ્યાનમાં લઈને જ ત્રણ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. જે આ ત્રણ દિવસમાં વિધાનસભાનો કામકાજ પૂર્ણ થશે જ્યારે વિધાનસભા સત્ર શરૂ થાય ત્યારે કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો કહેવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તેને લઈને પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. કે કોંગ્રેસની ચીમકી બાદ સમગ્ર સંકુલને સુરક્ષિત રાખવામાં આવશે સાથે જ બંદોબસ્ત પણ ખાસ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જે રીતે કોંગ્રેસે સત્તા પક્ષને ચીમકી આપી હતી. કે વિધાનસભા ગૃહમાં તેઓ તમામ મુદ્દાઓ ઉપર સરકારને ઘેર સે તેના જવાબમાં જાડેજાએ જણાવ્યું હતું. કે સત્તાપક્ષ હંમેશા તૈયાર જ છે. કોઈપણ મુદ્દાને કોઇપણ પ્રશ્નો તમામને સંતોષકારક જવાબ આપવામાં આવશે.