ગુજરાત

gujarat

ETV Bharat / state

હનુમાન જયંતી: ડભોડિયા હનુમાનને 1700 ડબા તેલનો અભિષેક

ગાંધીનગરઃ શહેરમાં સુપ્રસિદ્ધ અને સ્વયંભૂ ડભોડિયા હનુમાન દાદાના મંદિરે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતીને લઇને વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા. ત્યારે ડભોડિયા હનુમાન દાદાને 1700 ડબા તેલનો અભિષેક કરવામાં આવ્યો હતો, જ્યારે ભક્તો દ્વારા 151 કિલોની કેક આપવામાં આવી હતી. તે પૂર્વે ડભોડા ગામમાં હનુમાન દાદાની શોભાયાત્રા ફેરવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 19, 2019, 9:44 PM IST

સમગ્ર દેશમાં આજે શુક્રવારે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા હનુમાન દાદાના મંદિરે જઈને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે ગાંધીનગર તાલુકામાં આવેલા અને તેમના પરચાથી દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ થયેલા ડભોડિયા હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતીને લઈને ધામ-ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના ટ્રસ્ટી ગણ દ્વારા ત્રણ મહિના પહેલાથી હનુમાન જયંતિની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવે છે.

સુપ્રસિદ્ધ ડભોડિયા હનુમાન દાદા

ડભોડામાં આવેલા હનુમાનજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. જ્યારે હનુમાનદાદાની શોભાયાત્રા સવારે શુભ મુહૂર્તમાં સમગ્ર ગામમાં કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. જ્યારે બપોરે 12:30 151 કિલોની હનુમાનદાદાની જન્મદિવસની કેક કાપવામાં આવી આવી હતી. તો અત્યાર સુધી હનુમાન દાદાને 1700 ડબ્બા તેલ અર્પણ કરવામાં આવ્યું હતું. ડભોડા મંદિરે એક વર્ષમાં બે વખત ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કાળીચૌદશની રાત્રિએ પણ હનુમાનદાદાની મહાઆરતી કરવામાં આવે છે.

હનુમાન જયંતીના દિવસે દર્શનાર્થે આવેલા અર્ચનાબેને કહ્યું કે, જ્યારે હનુમાન જયંતીના દિવસે ધામધુમથી તેમનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે હનુમાન દાદાના દર્શનાર્થે આવીએ છીએ અને તેમના દર્શન કરવાથી ધન્યતા અનુભવીએ છીએ.

ડભોડા મંદિરના ટ્રસ્ટી કાળુસિંહ પરમારે કહ્યું કે, દિવસ દિવસ દરમિયાન હનુમાનજીના મંદિરે વિવિધ ધાર્મિક પૂજા કરવામાં આવશે. જ્યારે સમય અનુસાર તેમને તેલનો અભિષેક કરવામાં આવશે. હનુમાન જયંતી લઇને આજે ત્રણ લાખ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવશે.

ABOUT THE AUTHOR

...view details