ગુજરાત

gujarat

ETV Bharat / state

બીમાર પતિને અંતિમ સમયે આપેલો કોલ પત્નીએ પૂરો કર્યો, એક જ દિવસે બંને સ્વર્ગવાસ થયા - ગાંધીનગર

ગાંધીનગર: શહેરના સેક્ટર 24માં રહેતા પતિ-પત્નીનો એક જ દિવસે સ્વર્ગવાસ થયો છે. ચોરીના ચાર ફેરા ફરતા સમય આપેલા જીવનભર એક બીજાનો સાથ આપ્યા બાદ અંતિમ સમયે પણ પતિ-પત્ની સાથે જ પુરા કર્યા હતા અને દુનિયામાંથી વિદાય લીધી હતી. પતિએ છેલ્લી ઘડીએ પત્નીનો હાથ પકડીને કહ્યું- ‘હું નહી હોઉં તો શું કરીશ, જવાબમાં પત્નીએ કહ્યું- ‘તમારી પાછળ-પાછળ આવીશ’. પહેલા પતિનું લાંબી માંદગી બાદ અવસાન થયા બાદ પત્ની પણ આઘાતમાં સરી પડી હતી અને તેને પણ શ્વાસ છોડી દીધા હતા.

gandhinagar
gandhinagar

By

Published : Nov 29, 2019, 10:30 PM IST

ગાંધીનગરના સેક્ટર 24માં રહેતા અભેસિંહ ભૂરૂભા વાઘેલા અને તેમના પત્ની ઇન્દ્રાબા વાઘેલા એક જ દિવસે સ્વર્ગવાસ થયો છે. છેલ્લા ઘણા સમયથી અભેસિંહ વાઘેલાનું સ્વાસ્થ્ય સારૂ રહેતુ નહોંતું. અભેસિંહ કમળાના રોગનો શિકાર હતા. જેની સારવાર ચાલતી હતી. બે દિવસ પહેલા અભેસિંહની પાસે તેમના પત્ની ઇન્દ્રાબા બેઠા હતા.

એવામાં અભેસિંહે પત્નીને વ્યાકુળ થઇને પૂછ્યુ કે, હું નહીં હોવ તો તું શું કરીશ…! આ સાંભળી ઇન્દ્રાબાએ થોડી સેકન્ડ વિચાર કર્યા બાદ જવાબ આપ્યો કે...તમે નહીં હોવ તો આ દુનિયામાં હું પણ તમારી પાછળ પાછળ આવીશ…!

પતિ-પત્ની એકબીજા સાથે વાતો કરી રહ્યાં હતા, જે દરમિયાન સંવાદ પુરો થયા બાદ અભેસિંહ સ્વર્ગે સિધાવ્યા હતા. સાથે જીવવા મરવાના કોલ આપેલા પતિનું અવસાન થતાં પત્ની ઇન્દ્રાબા પણ સ્તબ્ધ થઇ ગયા હતા. ઘરમાં તમામની આંખોમાં આંસુ વહેવા લાગ્યા હતા. રીતરિવાજ મુજબ અભેસિંહની અંતિમ વિધિ કરી સ્વજનો પરત ફર્યાને આઘાતમાં સરી પડેલા ઇન્દ્રાબાનો પણ પતિ પાછળ પાછળ સ્વર્ગવાસ થયો હતો.

બન્ને વચ્ચે રહેલો અતૂટ પ્રેમે મૃત્યુના અંતિમ સમયે પણ સાથ નીભાવ્યો હતો. એક જ દિવસે દંપતીએ ફાની દુનિયા છોડી દેતા તેમની દીકરી પણ આઘાતમાં સરી પડી હતી. જેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દંપતીનો એક જ દિવસે સ્વર્ગવાસ થતા પરિવારજનો સહિત સમગ્ર શહેરમાં રહેત લોકોને ખબર પડતાં શોક વ્યાપી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details