- રાજ્યના ગૃહવિભાગે કર્યા બદલી અને પ્રમોશનના આદેશ
- સત્તાવાર રીતે કરવામાં આવી જાહેરાત
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ બેડામાં બદલી અને પ્રમોશન
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગમે ત્યારે જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે IPS ની બદલી અને પ્રમોશનની વાત પણ ક્યાંક ને ક્યાંક અટવાઈ ગઈ હતી. પરંતુ ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે 6 IPS અધિકારીઓની બદલી કરી, 3 અધિકારીને ADGP, 2 અધિકારીને IGP તરીકે પ્રમોશનના હુકમ કર્યા છે.
ક્યાં અધિકારીઓને IGP કક્ષાનું પ્રમોશન મળ્યું
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા બે અધિકારીઓને IGP કક્ષાનું પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં અશોકકુમાર યાદવ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ભાવનગર રેન્જને પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ડૉ. એસ.કે.ગઢવી ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અમદાવાદના આઇપીએસ અધિકારીને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. આમ રાજ્ય સરકારે બે અધિકારીઓને IGP કક્ષાનું પ્રમોશન આપ્યું છે.
ક્યાં અધિકારીઓ ADGP તરીકે મળ્યું પ્રમોશન