ગાંધીનગર : મંગળવાર થી નવા વર્ષ એટલે કે વિક્રમ સંવત 2080ની શરૂઆત થઈ રહી છે, ત્યારે નવા વર્ષને લઈને લોકોએ અત્યારથી સોશિયલ મીડિયાદ્વારા એકબીજાને શુભેચ્છાઓ પાઠવવાનું શરૂ કરી દીધું છે, ત્યારે ગુજરાત સરકારના પ્રધાનોની વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ થી લઈને રાજ્ય ઘણા કેબિનેટ પ્રધાનોઓ ગુજરાત અને રાષ્ટ્રના અનેક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે, જ્યારે નવા વર્ષની શુભેચ્છાઓમાં શ્રી રામ, ભારત@2027, વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવને આવરી લેવામાં આવ્યું છે.
વિકસિત ભારત 2047:રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દિવાળી અને નવા વર્ષમાં ખાસ એક શુભેચ્છા કાર્ડ પણ તૈયાર કરાવ્યું છે, અને આ કાર્ડ ગુજરાતના નાગરિકો અને ભાજપના કાર્યકર્તાઓને પણ મોકલવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, ભૂપેન્દ્ર પટેલે કાર્ડમાં શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, આવો આપણે સૌ સાથે મળીને આ દીપોત્સવના પાવન અવસર એ હૃદયમાં સદવિચારો અને સત્ય નિષ્ઠા સાથે વિકસિત ભારત 2047નો લક્ષ્યાંક સિદ્ધ કરવાના દિપક પ્રગટાવીએ છે, કે વર્ષ 2047માં ભારત દેશને સૌથી મોટી ઈકોનોમી બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે.
CM ભુપેન્દ્ર પટેલની શુભકામનાઃ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા મા સૌ ગુજરાતીઓને અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં લખ્યું છે કે, 'મારા પ્રત્યેક ગુજરાતી બાંધવ માટે નવું વર્ષ કલ્યાણકારી સુખકારી અને સ્વપ્ન પૂર્તિનો સમય બને તેવી શુભેચ્છા' જ્યારે ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમણે દર્શાવેલા ગુજરાતના વિકાસ પથ ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને અમને અઢળક આશીર્વાદ આપ્યા છે, અને ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ કરવા માટેનું આજ અમારું સૌથી મોટું પ્રેરકબળ બની રહ્યું છે. ગુજરાતમાં ગરીબો, વંચિતો, આદિવાસી, ખેડૂત, મહિલાઓ, યુવાનો સૌ કોઈ ગુજરાતીઓનો સર્વાંગી વિકાસ માટેની અમારી પ્રતિબંધિતતાની પ્રતીતિ તમામ ગુજરાતી બાંધવોને થઈ રહી છે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત અને જી-20 થી ગુજરાતને આગામી સમયમાં લાભ થશે અને ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ નો વિકાસ પણ થઈ રહ્યો છે. આમાં ગુજરાત સરકારની કામગીરી અને આયોજન પણ શુભેચ્છાઓમાં પાઠવીને અંતે સદાય આપનો ભુપેન્દ્ર પટેલ તરીકેનો મેસેજ તમામ ગુજરાતીઓને આપ્યો હતો.
શુભેચ્છાકાર્ડમાં શ્રીરામઃરાજ્ય સરકારના આરોગ્ય ઉચ્ચ શિક્ષણ વિભાગના કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે પણ નવા વર્ષના અને દિવાળીની શુભેચ્છા માટે ખાસ શુભેચ્છા કાર્ડ તૈયાર કરાવ્યું હતું, જેમાં અયોધ્યા મંદિર અને શ્રીરામના મોટા ફોટાને શુભેચ્છા કાર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના શિક્ષણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ગાંધીનગરનું ગિફ્ટ સિટી અને સૌર ઉર્જાને પણ શુભેચ્છા કાર્ડમાં સ્થાન આપ્યું છે.