ગુજરાત

gujarat

ETV Bharat / state

આદિવાસીના હક્ક માટે હવે ગુજરાત સરકાર કમિશન બનાવશે : ગણપત વસાવા - now set up a commission for tribal rights

રાજ્યમાં અનેક મુદ્દાઓને લઇને નારાજગી સર્જાતી રહેતી હોય છે. આ વચ્ચે આદિવાસીના પ્રમાણપત્રનો મુદ્દો પણ તેમાંથી બાકાત રહ્યો નથી. જેમાં સમાજ દ્વારા આંદોલન કરવાની પણ ફરજ પડી હતી. આ મુદ્દો ફરી ગરમાતા વન પ્રધાન, શિક્ષણ પ્રધાન અને કૃષિ પ્રધાન વચ્ચે બેઠક યોજાઇ હતી.

આદિવાસીના હક્ક માટે હવે ગુજરાત સરકાર કમિશન બનાવશે
આદિવાસીના હક્ક માટે હવે ગુજરાત સરકાર કમિશન બનાવશે

By

Published : Jul 8, 2020, 5:55 PM IST

ગાંધીનગર : રાજ્યમાં આદિવાસીના પ્રમાણપત્ર બાબતનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. જ્યારે આ બાબતે આદિવાસી સમાજ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવાની પણ ફરજ પડી હતી, ત્યારે આ જ મુદ્દો ફરી સામે આવતા ગઈકાલે રાજ્યના વન પ્રધાન ગણપત વસાવા, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કૃષિ પ્રધાન આર.સી.ફળદુ સહિત આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી, ત્યારબાદ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે આદિવાસી કમિશન બનાવવાનો નિર્ણય કર્યો છે.

આદિવાસીના હક્ક માટે હવે ગુજરાત સરકાર કમિશન બનાવશે
આ બાબતે રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઘણા સમયથી આદિવાસી પ્રમાણપત્ર બાબતે વિવાદ ચાલતો થયો છે, ત્યારે પ્રશ્નોના નિરાકરણ માટે આદિવાસી આગેવાનો તરફથી રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતમાં રાજ્યના કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ગણપત વસાવા દ્વારા બન્ને જ્ઞાતિઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. જ્યારે રાજ્ય સરકાર સાચા આદિવાસીઓના અધિકાર માટે હંમેશા કટિબદ્ધ છે. સાચો આદિવાસી લાભથી વંચિત ન રહે અને ખોટો વ્યક્તિ પ્રમાણપત્ર ન મેળવે તે માટે સરકાર હંમેશા કટિબદ્ધ છે, ત્યારે વર્ષ 1956માં કેન્દ્ર સરકાર દ્વારા ચારણ, રબારી, ભરવાડ જ્ઞાતિના લોકો જે જંગલમાં રહેલા લોકોને આદિવાસી ગણ્યા હતા તે જ પ્રમાણે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે કમિશન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ કમિશનમાં એક હાઇકોર્ટના નિવૃત્ત જજ, બે ડિસ્ટ્રીક્ટ કોર્ટના નિવૃત્ત જજ, નિવૃત વન વિભાગનાં ડીએફઓ અને નિવૃત્ત એડિશનલ કલેક્ટર કમિશનમાં રહેશે.

ABOUT THE AUTHOR

...view details