- રાજ્ય સરકારે નાતાલ અને 31 ડિસેમ્બરની એસ.ઓ.પી. જાહેર કરી
- ચર્ચમાં કેપેસિટીના 50 ટકા અથવા વધુમાં વધુ 200 લોકોને મંજૂરી
- જાહેરસભા અને જાહેર પ્રાર્થના પર પ્રતિબંધ
ગાંધીનગર: નાતાલની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાતાલની ઉજવણી અને 31મી ડિસેમ્બરની ઉજવણી માટે ખાસ SOP જાહેર કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર રાજ્ય સરકારે એક એસ.ઓ.પી બહાર પાડી છે. જેનું ચુસ્તપણે અમલ કરવામાં આવશે, જેમાં ચર્ચ અથવા પ્રાર્થના સ્થળોએ પણ જગ્યાની ક્ષમતાના 50 ટકા અથવા 200 વ્યક્તિઓ બેમાંથી જે ઓછું હોય એટલી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી શકશે.
ઉજવણીમાં જાહેર સભા કે શોભાયાત્રા નહીં
સરકારે જાહેર કરેલી એસ.ઓ.પીમાં તહેવારોની ઉજવણી દરમિયાન કે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન જાહેરમાં કોઇ સભા પ્રાર્થના કે વિકેટ શોભાયાત્રાનું આયોજન કરી શકાશે નહીં. આ ઉપરાંત સંક્રમણને રોકવા માટે નાગરિકોએ આપેલા સહયોગ આગામી સમયમાં પણ મળે તે બાબતે પણ રાજ્ય સરકારે જાહેરાત કરી છે.