ગાંધીનગર: ઉલ્લેખનીય છે કે, અનામત વર્ગની મહિલા ઉમેદવારો દ્વારા છેલ્લા 8 દિવસથી સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વહીવટી વિભાગના પરિપત્રનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે પરિપત્ર રદ કરવાની વાત રાજ્ય સરકારે સ્વીકારી હતી. પરિપત્ર રદ થતાંની સાથે જ સમગ્ર સમાજની મહિલા ઉમેદવારો પણ મેદાને આવી હતી. તેમજ સરકારનો વિરોધ કર્યો હતો. ત્યારે હવે આંદોલન દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે.
સરકાર આંદોલનકારીઓ અને મધ્યસ્થીઓ સાથે બેઠક કરી મોટો નિર્ણય લેશે - LRDની ભરતી બાબતે મોટો નિર્ણય
રાજ્ય સરકારના વહીવટી વિભાગના પરિપત્રોને લઈને અનામત વર્ગને બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો આમને-સામને આવી ગયા છે. ત્યારે મહિલાના આગેવાનો દ્વારા પણ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. ત્યારે હવે રવિવારના રોજ રાજ્ય સરકાર દ્વારા આગેવાનો સાથે ખાસ બેઠક કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠક બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય જાહેર કરે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા મધ્યસ્થીઓ સાથે વાતચીત કરીને રવિવારના રોજ ગાંધીનગર ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં તમામ જે મધ્યસ્થીઓ છે. તેઓને હાજર રાખવામાં આવશે. આ બેઠકમાં બંને મધ્યસ્થીઓને સાથે વાત કરવી અથવા તો બન્ને વર્ગના મધ્યસ્થી સાથે અલગ અલગ બેઠક કરવી તે નક્કી નથી. પરંતુ આવતીકાલે બેઠક યોજાશે. તેમજ રાજ્ય સરકાર LRDની ભરતી બાબતે મોટો નિર્ણય લઇ શકે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
આમ આવતીકાલે બેઠક બાદ રાજ્યમાં આંદોલન ચાલુ રહેશે કે, નહીં તે હવે બેઠક બાદ જ ખબર પડશે. પરંતુ રાજ્ય સરકાર પરિપત્ર બાબતે હજી સુધી પણ કોઈ જ પ્રકારનો ફોડ પાડવામાં આવ્યો ન હોવાનું પણ આંદોલનકારીઓના મુખેથી સાંભળવા મળી રહ્યું છે.