ગુજરાત

gujarat

ETV Bharat / state

પડતર પરીક્ષા, પરીક્ષાના પરિણામ અને નિંમણૂકપત્ર બાબતે સરકાર આંદોલનકારીઓ સાથે બેઠક યોજશે, દિવાળી સુધી મામલો પૂર્ણ થશે - આગેવાનો સાથે બેઠક

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સરકારી પરીક્ષાઓ અને તેના પરિણામને લઇને આંદોલન કરવામાં આવી રહ્યા છે, ત્યારે બે દિવસ અગાઉ ગાંધીનગર શહેરને પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. તે દરમિયાન હવે રાજ્ય સરકારે આંદોલનકારીઓના આગેવાનો સાથે બેઠક યોજીને આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાનો નક્કી કર્યું છે.

આંદોલનકારીઓ સાથે બેઠક યોજશે
આંદોલનકારીઓ સાથે બેઠક યોજશે

By

Published : Jul 9, 2020, 4:12 PM IST

ગાંધીનગર: રાજ્યમાં ફરી એકવાર કેટલાક દિવસથી સરકારી પરીક્ષાઓ અને તેના પરિણામને લઇને આંદોલન વેગવંતુ બની રહ્યું છે, ત્યારે બે દિવસ અગાઉ ગાંધીનગર શહેરને પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. તે દરમિયાન હવે રાજ્ય સરકારે આંદોલનકારીઓના આગેવાનો સાથે બેઠક યોજીને આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાનો નક્કી કર્યું છે, ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દિવાળી સુધીમાં જે પણ પરીક્ષાના પરિણામો બાકી છે તે તેના પરિણામો સાથે નિંમણૂક પત્ર પણ રાજ્ય સરકાર આપી દેવાની તૈયારીમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

આંદોલનકારીઓ સાથે બેઠક યોજશે

સરકારી પરીક્ષાઓને લઈને આંદોલનકારી દિનેશ બામણીયાએ જણાવ્યું હતું કે સરકાર તરફથી જાણ કરવામાં આવી છે કે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે સરકારી પરીક્ષાઓને લઈને આંદોલનકારીઓની બેઠક યોજવામાં આવશે. આગામી બે દિવસમાં આંદોલનકારીઓના આગેવાનો અને સરકાર વચ્ચે ખાસ બેઠકનું પણ આયોજન થશે. જેમાં સરકારી ભરતી બાબતે રાજ્ય સરકારનું કેવું સ્ટેન્ડ છે તે બાબતે નક્કી થશે. આ ઉપરાંત મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દિવાળી સુધીમાં જે પણ સરકારી ભરતીઓ બાકી છે તે સરકારી ભરતી બાબતે પૂરતું ધ્યાન આપીને દિવાળી સુધીમાં આ મુદ્દો પૂર્ણ કરી શકે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે ગાંધીનગરમાં આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી, ત્યારે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. તે દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાને ઉચ્ચ અધિકારીઓ સાથે જાહેર પરીક્ષાની લઈને એક ખાસ બેઠક પણ યોજી હતી, ત્યારે હવે રાજ્ય સરકાર આગામી સમયમાં તમામ ભરતીઓ પૂર્ણ કરીને પરિણામ જાહેર કરે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details