ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકાર બહારથી Electricity ખરીદીને ખેડૂતોને 2 કલાક વધુ વીજળી આપશે, 300 કરોડનો બોજો

7 જુલાઇથી રાજ્યના ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક ( Electricity ) વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાબતે આજે રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને 10 કલાક વીજળી આપવા બાબતે રાજ્ય સરકારને વધુ 300 કરોડનો આર્થિક બોજો પડશે.

સરકાર બહારથી Electricity ખરીદીને ખેડૂતોને 2 કલાક વધુ વીજળી આપશે, 300 કરોડનો બોજો
સરકાર બહારથી Electricity ખરીદીને ખેડૂતોને 2 કલાક વધુ વીજળી આપશે, 300 કરોડનો બોજો

By

Published : Jul 7, 2021, 10:58 PM IST

  • આજથી રાજ્યના ખેડૂતોને 10 કલાકElectricity મળશે
  • પહેલા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી
  • વરસાદ ખેંચાતા 2 કલાક વીજળી વધુ આપવાની માગ
  • સરકારને હવે 2.50 કરોડ વધુ યુનિટ વીજળી આપવી પડશે
  • 300 કરોડનો સરકાર પર બોજો

    ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં 10 થી 15 દિવસ વધુ વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીને લીધે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ૭ જુલાઇથી રાજ્યના ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાબતે આજે રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને 10 કલાક વીજળી ( Electricity ) આપવા બાબતે રાજ્ય સરકારને વધુ 300 કરોડનો આર્થિક બોજો પડશે.


    સરકાર બહારથી Electricity ની ખરીદી કરશે

    રાજ્યના કેબિનેટપ્રધાન સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખેડૂતોને વધુ બે કલાક Electricity આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં બહારથી વીજળીની ખરીદી કરશે. આમ બે કલાક વધુ વીજળી આપવાના કારણે રાજ્યના ખેડૂતોને કુલ 2 કરોડથી 2.5 કરોડ યુનિટ Electricity આપવામાં આવશે. પહેલા 7 કરોડ યુનિટ 8 કલાકની આસપાસ વપરાશ હતો ત્યારે હવે 10 કલાક વીજળી સમય આપવાથી રાજ્યમાં 9 થી 9.5 કરોડ યુનિટનો વપરાશ થશે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારનો નિર્ણય: ખેડૂતોને અપાશે 10 કલાક વીજળી



300 કરોડનો બોજો પડશે

પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે છે બે કલાક વધુ Electricity આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં રાજ્ય સરકાર બહારથી વીજળીની ખરીદી કરશે. જેથી પ્રતિમાસ રાજ્ય સરકારને 300 કરોડનો બોજો પડશે આમ જ્યાં સુધી રાજ્ય સરકારનો 10 કલાકનો નિર્ણય અમલી રહેશે ત્યાં સુધી પ્રતિમાસ રાજ્ય સરકારને વધુ 300 કરોડનો બોજો પડશે.


વીજ કંપનીઓને આપવામાં આવશે સૂચના

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક Electricity આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે રાજ્યની વીજ કંપનીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે એના માટે કઈ રીતે બે કલાક વીજળી વધુ આપવી તે બાબતને પણ આયોજન વીજકંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ખેડૂતોને સવારે અથવા સાંજે વધુ 2 કલાક વીજળી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ સરકારે 2 વર્ષમાં અદાણી પાવર પાસેથી 1929 કરોડની વીજળી ખરીદી, વિધાનસભામાં ખુલાસો

ABOUT THE AUTHOR

...view details