ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભા ભરતી કાંડ મુદ્દે બરખાસ્ત - ગાંધીનગર મ્યુનિસિપાલ્ટી ન્યૂઝ

ગાંધીનગર: શહેરની મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મહત્વના તમામ એજન્ડાને સર્વ સંમતિથી પાસ કરવામાં આવ્યા હતા. જે બાદ લોકપ્રશ્નની ચર્ચામાં પાણીની અશુદ્ધતા, દબાણ અને ભરતીમાં થયેલા ગોટાળાના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં હતાં. જેને લઈ વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો.

ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભામાં ભરતી પ્રશ્ન ચર્ચાતા માહોલ ગરમાયો

By

Published : Nov 20, 2019, 5:55 PM IST

ગાંધીનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં શાસક અને વિપક્ષ દ્વારા લોકપ્રશ્નોને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. સ્વચ્છતા, પીવા લાયક પાણી અને ભરતીના મુદ્દાને મહત્વની ચર્ચા કરાઈ હતી. તે દરમિયાન ભરતીના મુદ્દાને લઈને સભાનો માહોલ ગરમાયો હતો. પરીણામે સભાને રદ્દ કરવામાં આવી હતી.

ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય સભામાં ભરતી પ્રશ્ન ચર્ચાતા માહોલ ગરમાયો
  • સભામાં કોર્પોરેટરે રજૂ કરેલાં લોકપ્રશ્નોની ટૂંકી જાણકારી

કોંગી કોર્પોરેટર હસમુખ મકવાણાએ સામાન્ય સભામાં ગાંધીનગરની જનતાની સુખાકારી માટેના પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે શાસક પક્ષને કહ્યું કે, ગટર અને પાણીની સમસ્યાને ઝડપથી દૂર કરવી જોઈએ. રાજ્ય સરકાર જો તમારી સાંભળતી ના હોય તો દિલ્હી સુધી રજૂઆત કરવા પણ તૈયાર છીએ. દિલ્હી સરકારમાં સ્વખર્ચે જવા તૈયાર છીએ. ગાંધીનગરની જનતાને સુખાકારી માટે તૈયાર ના હોય તો આપણે પાલિકાને તાળા મારી દેવા જોઈએ.

વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ સ્માર્ટ સિટીની વાતો કરતા મહાપાલિકાના સત્તાધીશોની આકરા શબ્દોમાં ઝાટકણી કરી હતી. તેમણે કહ્યું કે, ગાંધીનગર શહેરમાં પીવાના પાણી માટે સ્માર્ટ વોટર એટીએમ મૂકવામાં આવ્યા છે. પરંતુ આ વોટર ATM હાલમાં શોભાના ગાંઠિયા સમાન થઈ ગયા છે. એક પણ એટીએમ કાર્યરત નથી. વારંવાર દબાણની ટીમ લઇને હપ્તા ઉઘરાવવા પહોંચી જતાં હતા.

ગાંધીનગરનું પાણી પીવા લાયક નથી તેવા રિપોર્ટ આવ્યા બાદ વિપક્ષી નેતાએ કહ્યું હતું કે, "અગાઉ જ્યારે ડહોળું પાણી આવતું હતું ત્યારે પણ વિપક્ષ દ્વારા ગાંધીનગરના નાગરિકોની ચિંતા કરવામાં આવી હતી. પરંતુ ત્યારે એવો જવાબ આપ્યો હતો કે, ગાંધીનગરનું પાણી પીવાલાયક જ છે. આ સવાલ ફરીથી ઉઠતાં મેયરે મૌન સેવી લીધું હતું. ખાનગી રહેણાંક વિસ્તારમાં અને ધારાસભ્યોના બંગલાઓમાં હૉસ્ટેલો ચલાવવામાં આવી રહી છે. ત્યાં દબાણ દૂર કરવામાં આવતું નથી. પરંતુ નાના ઝુંપડાને દૂર કરવામાં આવે છે તેને લઈને પણ વિપક્ષે આકરા તેવર બતાવ્યા હતા."

કોંગી કોર્પોરેટર અંકિત બારોટે સભામાં ભરતીને લઈ પ્રશ્ન ઉઠાવ્યા હતા. ત્યારે ભરતીના મુદ્દાને લઈ વિપક્ષ સ્ટેન્ડિંગ કમિટી અને મેયરના જવાબો અલગ અલગ હતાં. જેના કારણે સામાન્ય સભાનો માહોલ ગરમાયો હતો. પરીણામે સામાન્ય સભાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

આ અંગે અધિકારીઓને જણાવ્યું હતું કે, સામાન્ય લોકોને દબાણની ટીમ દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યા છે. ફૂટપાથ ઉપર લારી-ગલ્લા અને પેટીયુ રળતા લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે. જો ફૂટપાથ ઉપર લારી મૂકવી એક દબાણ ગણવામાં આવે છે, તો મહાપાલિકા દ્વારા વોટર ATM મૂકવામાં આવે તે પણ દબાણ જ છે તેણે પણ કેવી રીતે મૂકી શકાય ? જેવા પ્રશ્નની ચર્ચા કરાઈ હતી.

આ ઉપરાંત કોંગી કોર્પોરેટર રાકેશ પટેલ કમિશ્નર વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કરી રહ્યાં છે કે, કમિશ્નર કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલી અરજીઓને ધ્યાનમાં લેતા નથી. સત્તાધીશો વહાલા-દવલાની નીતિ આપનાવવામાં આવી રહી છે. તેમજ હજુ સુધી સેક્ટર 6માં ડસ્ટબિન આપવામાં આવ્યા નથી.

આમ, ગાંધીનગરની સામાન્ય સભામાં લોકપ્રશ્નને લઈને ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કમિશ્નરની કામગીરી પર પણ અનેક પ્રશ્નો ઉઠ્યાં હતા. તો સભામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર હાજર ન રહેતાં કોર્પોરેટરમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details