દુનિયામાં કેલેન્ડર વર્ષમાં વધુમાં વધુ 7 વખત અને ઓછામાં ઓછી 2 વખત ખગોળીય ઘટનાઓ બને છે. અમાસના દિવસે સૂર્યગ્રહણ થાય છે. જ્યારે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ જોવા મળે છે. વર્ષ 2020નાં પ્રથમ 10 દિવસમાં જ દેશવાસીઓને ચંદ્ર ગ્રહણ જોવા મળશે. આજે રાત્રે 9:30 વાગ્યાથી સવારના 2:30 વાગ્યા દરમિયાન નાગરિકો પોતાની અગાસીમાંથી કે ખુલ્લા આકાશ નીચેથી નરી આંખે ચંદ્રગ્રહણને નિહાળી શકશે.
આજે દેખાશે 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ, જુઓ વર્ષમાં કેટલી વખત સર્જાઈ શકે છે ખગોળીય ઘટના! - 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ
ગાંધીનગરઃ વર્ષ 2020નું પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરીએ રાત્રે 9:30 વાગ્યે જોવા મળશે. ચંદ્રગ્રહણ 90 ટકા જેટલું દેખાશે. જ્યારે ગુજરાતમાં 12:30 વાગ્યાની આસપાસ સંપૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે. જેને લઇને ગુજરાત કાઉન્સિલ એન્ડ સાયન્સ ટેકનોલોજી વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ ચંદ્રગ્રહણ નિહાળી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આ વ્યવસ્થા કરાઈ છે
શુક્રવારે દેખાશે 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ, વર્ષમાં આટલી વખત સર્જાઈ છે ખગોળીય ઘટના !
ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મેમ્બર સેક્રેટરી ડૉ. નરોત્તમ સાહુએ કહ્યું કે, નવું શરૂ થયેલા વર્ષ 2020માં આજે રાત્રીએ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. અમદાવાદમાં સાયન્સ સીટી, ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન સહિત જિલ્લા કક્ષાએ નાગરિકો આ ચંદ્રગ્રહણ નિહાળી શકે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. ટેલિસ્કોપ દ્વારા ચંદ્રગ્રહણ જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સૂર્ય ગ્રહણ જોવા માટે ડાર્ક ફિલ્મ ચશ્માનો ઉપયોગ કરવો પડે તે રીતે ચંદ્ર ગ્રહણ જોવા માટે ઉપયોગ કરવો જરૂરી નથી.
Last Updated : Jan 10, 2020, 7:56 AM IST