ગુજરાત

gujarat

By

Published : Jul 1, 2020, 2:17 PM IST

Updated : Jul 1, 2020, 4:24 PM IST

ETV Bharat / state

પરીક્ષા મુદ્દે સરકારની બુમરેંગ, સવારે કહ્યું- પરીક્ષા લઈશું, બપોરે તમામ પરીક્ષા રદ...

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં યુનિવર્સિટીના અંતિમ વર્ષની પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. જે અંગે વાત કરતાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કેબિનેટ બેઠકમાં યુનિવર્સિટીના અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો છે.

ગાંધીનગર
ગાંધીનગર

ગાંધીનગર: કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા હજી સુધી યુનિવર્સિટીના અંતિમ વર્ષની પરીક્ષા યોજવામાં આવી નથી, ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં યુનિવર્સિટીના અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાની જાહેરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની તમામ યુનિવર્સીટીઓને અંતિમ વર્ષની પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારી તમામ યુનિવર્સિટીઓમાં અંતિમ વર્ષની પરીક્ષા લેવામાં આવશે. જેમાં એસ.પી અને ટીચર્સ યુનિવર્સિટીમાં ગયા અઠવાડિયે સફળતા પૂર્વક પરિક્ષા લેવામાં આવી હતી. જ્યારે 2 જુલાઈ થી જી.ટી.યુની પરીક્ષાનો આરંભ થશે.

યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજાશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

GTUની પરીક્ષા બાબતે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, પરીક્ષાઓ લેવા માટે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તૈયારી બતાવી છે. જેમાં 54 હજાર વિદ્યાર્થીઓએ હકારાત્મક અભિગમ રાખી પરીક્ષા લેવી જોઈએ તેવો પ્રતિયોત્તર આપ્યા હતાં, તો બીજી તરફ માત્ર 900 વિદ્યાર્થીઓએ પરીક્ષા ન લેવી તેવો અભિપ્રાય આપ્યો હતો.

યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષા યોજાશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

GTU અને અન્ય યુનિવર્સિટી દ્વારા 3 વિકલ્પો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન માસ્ક, સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ, પોલીસ જેવા તમામ બંદોબસ્ત સાથે GTU દ્વારા 350 કેન્દ્રો પર પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે. જ્યારે યુનિવર્સિટીના અન્ય પરીક્ષા યોજવા બાબતે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઇ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.

Last Updated : Jul 1, 2020, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details