ગુજરાત

gujarat

ETV Bharat / state

28 વર્ષ થયા હોવા છતા જમીન સંપાદનની ચૂકવણી બાકી, ખેડૂતો જપ્તી વોરંટ લઈ સચિવાલય પહોંચ્યા

ગાંધીનગર: ગુજરાત રાજ્યના ખૂણે-ખૂણે નર્મદાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારે નર્મદા કેનાલ નેટવર્કનું આયોજન કર્યું છે. જેમાં નર્મદા કેનાલ બનાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી જમીન લીધી હતી અને જમીનનું સંપાદન કર્યું હતું. પરંતુ 28 વર્ષ થઇ ગયા હોવા છતાં પણ સરકારે ખેડૂતોને જમીન સંપાદનની રકમની ચૂકવણી હજી સુધી કરી નથી. જેને લઈને સોમવારે ખેડૂતોએ ગાંધીનગર સચિવાલય ખાતે નર્મદા કલ્પસર યોજનામાં જપ્તીના વોરંટ સાથે પહોંચ્યા હતા.

ghgf
gfh

By

Published : Jan 20, 2020, 6:25 PM IST

આણંદના પાદરા તાલુકાના અભોર ગામના ખેડૂતોએ નર્મદા કેનાલ બનાવવા માટે પોતાની જમીન સરકારને આપી હતી. સરકારે સંપાદનના નિયમ પ્રમાણે ખેડૂતોને 50 ટકા જેટલી રકમની ચૂકવણી કરી હતી. પરંતુ બાકીની ચૂકવણી હજી સુધી બાકી હતી. ખેડૂતો દ્વારા રાજ્ય સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ રાજ્ય સરકારે કોઈ જ પગલા લીધા ન હતા. જેને કારણે ખેડૂતોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

આ બાબતે પાદરા સિવિલ કોર્ટના વકીલ આર.ડી. પરમારે જણાવ્યું હતું કે, વર્ષ 1992 પહેલા રાજ્ય સરકારે નર્મદા કેનાલ બનાવવા માટે ખેડૂતો પાસેથી જમીન માંગી હતી. જેમાં ખેડૂતોએ જમીન તો આપી પરંતુ તેઓને પૂરતું વળતર આપ્યું નથી. જે અંગે કુલ 57 લાખ જેટલી બાતમાર રકમ ચૂકવણી બાકી હોવાનું સામે આવ્યું છે.

28 વર્ષ બાદ ખેડૂતોની જમીન સંપાદનની ચૂકવણી બાકી, ખેડૂતો જપ્તી વોરંટ લઈ સચિવાલય પહોંચ્યા

ઉલ્લેખનીય છે કે, જે સમયે રાજ્ય સરકારે નર્મદા કેનાલ માટે જમીન સંપાદન કરી હતી, તે સમયે ખેડૂતોને 1,625 રૂપિયા ચૂકવવાના હતા. પરંતુ રાજ્ય સરકારે ફક્ત 1,400 રૂપિયાની ચૂકવણી કરી અને બાકીના રકમની ચૂકવણી કરી ન હતી. છેલ્લે 28 વર્ષના અંતે હવે વ્યાજ અને મુદ્દલ સહિત 57 લાખથી વધુ રકમ બાકી હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પાટનગર યોજનામાં જે ઓફિસમાં સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી, ત્યારે કંઈક આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ તેનો આદેશ યોજના દ્વારા ખેડૂતોને સાત દિવસની અંદર બાકીના નાણાં ચૂકવવાની લેખિતમાં અરજી આવી છે. આમ જો નાણાંનું ચૂકવણું નહીં કરવામાં આવે તો 31 જાન્યુઆરી બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ અહેવાલ...

ABOUT THE AUTHOR

...view details