આ બાબતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિષ્નાને જણાવ્યું હતું કે, ચૂંટણીના નિયમો પ્રમાણે 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર શાંત કરવામાં આવે છે. જેમાં કોઇપણ રાજકીય પક્ષ જાહેરમાં સભા અથવા તો રેલી ન કરી શકે. આ નિયમ સાંજના 6:00થી રાજ્યની છ વિધાનસભાની પેટાચૂંટણીમાં લાગુ કરવામાં આવ્યા છે.
પેટા ચૂંટણીના પ્રચાર-પ્રસાર પડઘમ શાંત, શાંતિપૂર્ણ મતદાન માટે 10,000 જવાનો તૈનાત - Election News
ગાંધીનગર: રાજ્યમાં છ વિધાનસભાની પેટાચૂંટણી 21 ઓક્ટોબર સોમવારના રોજ થઈ રહી છે. સોમવારે સવારે આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે. તેના ૪૮ કલાક પહેલા રાજ્યના ચૂંટણી પંચ દ્વારા આચારસહિતા કડક કરી દેવામાં આવી છે. જેમાં છ વિધાનસભા વિસ્તારમાં આજથી 6 વાગ્યા બાદ પ્રચાર-પ્રસારના પડઘમ શાંત થયા હતા. હવે કોઇપણ રાજકીય પક્ષ જાહેરમાં પ્રચાર નહીં કરી શકે પરંતુ ગણતરીના ચારથી પાંચ વ્યક્તિઓ ઘરે જઈને પ્રચાર કરી શકશે.
The election campaign was Stop
જ્યારે છ વિધાનસભા પેટાચૂંટણીમાં ૪૦૦ જેટલા પોલીસ સ્ટેશન અતિસંવેદનશીલ છે. જેમાં ખાસ કિસ્સામાં live બ્રોડકાસ્ટિંગ કરવામાં આવશે. જ્યારે પોલીસની વાત કરવામાં આવે તો કુલ ૧૦ હજારથી વધુ પોલીસનો સ્ટાફ તેના કરવામાં આવ્યો છે.
આમ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે જ્યારે આવતીકાલે સવારે તમામ પોલીસ સ્ટેશનો ઉપર EVM મશીનો ડિપોર્ટ કરવામાં આવશે. ત્યારબાદ મતદાનના દિવસે નિરિક્ષકોની હાજરીમાં ખુલ્લા મુકવામાં આવશે અને મતદાન શરૂ થશે.