જો આરોગ્ય પ્રધાને પગલાં નહિ લીધા તો સિવિલનાં ENT વોર્ડને બંધ કરવાની નોબત આવશે ! - સિવિલ હોસ્પિટલ
પાટનગરની સિવિલ હોસ્પિટલમાં વિવાદો ઓછાં થવાનું નામ લેતા નથી. ENT વોર્ડના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ દ્વારા તબીબોને હેરાન પરેશાન કરી નાખવામાં આવ્યા છે. વિભાગના ત્રણ ડોક્ટર રાજીનામું આપી ત્રાસમાંથી મુક્ત થયા છે. ત્યારે હાલમાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા HOD સામે મોરચો માંડવામાં આવ્યો છે. જેને લઇને આરોગ્ય પ્રધાનને લેખિત રજૂઆત કરી છે. જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો હાલમાં ફરજ બજાવતા તમામ ડોક્ટરો રાજીનામુ આપી દેશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.
ગાંધીનગર: પાટનગર સિવિલનાં ENT વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ યોગેશ ગજ્જર દ્વારા વોર્ડમાં ફરજ બજાવતા અન્ય તબીબોને માનસિક ત્રાસ આપી રહ્યા છે. પોતાની મરજી પ્રમાણે તબીબોને ફરજ સોંપે છે. તે ઉપરાંત જન્મજાત મુંગા બહેરા બાળકો સામાન્ય લોકોની જેમ થાય તે માટે ન્યુ બોર્ન હિયરિંગ કરવામાં આવે છે. જેને લઇને ઓઇ મશીન દ્વારા ઓપરેશન કરાય છે, પરંતુ આ મશીનને પીડીયાટ્રીક વોર્ડમાં આપવાનો આદેશ હોવા છતાં પોતાની પાસે રાખવામાં આવ્યું હતું. જ્યારે વિવાદ થયો ત્યારબાદ તેને પીડીયાટ્રીક વોર્ડમાં મોકલ્યું હતું.