ગાંધીનગર: વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલી રચનામાં રાજ્યના શૈક્ષણિક વર્ષ 2020માં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે વિદ્યાર્થી દીઠ 1000 રૂપિયા ઉઘરાવ્યા પછી શૈક્ષણિક વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતાં પણ 50 ટકા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા નથી. જ્યારે બીજી બાજુ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, લેવો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એજન્સી દ્વારા 380001 લેટર હજુ જુદા પાડવાના બાકી છે.
કેમ ભણશે ગુજરાત?: શિક્ષણ વિભાગે 1,58,866 વિદ્યાર્થીઓને ટેબલેટ જ નથી આપ્યા - Gandhinagar news
રાજ્યમાં એકબાજુ સરકારી શાળામાં મેદાન નથી ત્યારે કેવી રીતે ગુજરાત રમશે તેવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર ધોરણ 12 પાસ કર્યા પછી કોલેજના વિદ્યાર્થીઓને સહાયરૂપે ટેબલેટ આપે છે. પરંતુ રાજ્યમાં કુલ 1,58, 866 જેટલા વિદ્યાર્થીઓને ટેબલેટ જ નહીં આપ્યા હોવાનું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું છે.
સત્વરે બાકીના વિદ્યાર્થીઓને આપવામાં આવશે. જ્યારે આ ટેબલેટ હાલ લાઇન અલીબાબા વેબસાઇટ પર 500થી વધુ જથ્થામાં ખરીદવાના હોય તો યુએસ ડોલર 1956ના ભાવથી મળે છે. એટલે ભારતીય કિંમતમાં તેની કિંમત 1428 છે. જ્યારે રાજ્ય સરકારે એક ટેબલેટની કિંમત 6667 કેવી રીતે થાય તે અંગેના પણ પ્રશ્નો કર્યા હતા, આમ રાજ્ય સરકારે રાજ્યમાં કુલ 1,58,866 જેટલા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાનું બાકી હોવાનું વિધાનસભાગૃહમાં સામે આવ્યું હતું. જ્યારે ટેબલેટ પેટે રાજ્ય સરકારે કુલ 3096.51 રકમ પણ વસૂલ કરવામાં આવી છે.