ગાંધીનગર ગુજરાત વિધાનસભા વર્ષ 2022 ની (Gujarat Assembly Election 2022) સામાન્યચૂંટણીમાં ભાજપ પક્ષે એક ઇતિહાસ રચ્યો છે. ઐતિહાસિક જીત મેળવીને 157 જેટલી બેઠકો પ્રાપ્ત કરી છે. જ્યારે કોંગ્રેસપક્ષ 18 બેઠક પણ પ્રાપ્ત કરી શકે નથી. ત્યારે ગુજરાત વિધાનસભાના(Gandhinagar assembly seat) નિયમ પ્રમાણે 18 બેઠકથી વધુ બેઠકો હોય તો જ જે તે પક્ષને વિરોધ પક્ષ માટેની જગ્યા એટલે કે ઓફિસ પ્રાપ્ત થાય છે. પરંતુ કોંગ્રેસની 18 બેઠક પણ ન હોવાથી નિયમ પ્રમાણે તેઓને વિપક્ષની કાર્યાલય પર પ્રાપ્ત થઈ શકશે નહીં.
વિરોધ પક્ષ માટે શું નિયમગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નિયમોની જો વાત કરવામાં આવે તો કુલ બેઠકના 10% જેટલી બેઠક જે તે પક્ષ પાસે હોય તે જ પક્ષ વિરોધ પક્ષમાં બેસી શકે છે. પરંતુ કોંગ્રેસ પક્ષ સતત બેઠક પર જ અટકી ગયું છે. વિરોધ પક્ષમાં બેઠો બેસવા માટે 18 બેઠક હોવી જરૂરી છે. આમ જો વિરોધ પક્ષ જ નહીં રહે તો તારીખ 15મી વિધાનસભામાં વિરોધ પક્ષનું કાર્યાલય પણ બંધ થઈ જશે. તેના સ્ટાફને પણ છૂટો કરી દેવામાં આવશે આ ઉપરાંત વિરોધ પક્ષના નેતાનો બંગલા ગાડી જેવી પણ સુવિધાઓ મળશે નહીં.
કોંગ્રેસના સભ્યો ક્યાં બેસશેવિધાનસભાના પ્રથમ માળ ઉપર ભાજપ કોંગ્રેસ અને અપક્ષ એમ મળીને ત્રણ જેટલી નાની નાની ઓફિસ તૈયાર કરવામાં આવી છે. જો ગુજરાત વિધાનસભાની 15 મી વિધાનસભામાં વિપક્ષ જ નહીં મળે તો કોંગ્રેસના ધારાસભ્યોને પ્રથમ માળે આવેલી કાર્યાલયમાં જ ચાલુ વિધાનસભા દરમિયાન બેસવાનો વારો આવશે. પરંતુ જો 17 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો, 4 અપક્ષ ધારાસભ્યો અને 5 આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સાથે ગઠબંધન કરીને અથવા તો ચાર અપક્ષના ધારાસભ્ય કોંગ્રેસને ટેકો જાહેર કરે તો વિધાનસભાના નિયમ મુજબ વિરોધ પક્ષ બની શકે છે. અને ત્યારબાદ નિયમ પ્રમાણે વિરોધ પક્ષના નેતાને બંગલો ગાડી અને વિરોધ પક્ષનો વિધાનસભાના બીજા માળે કાર્યાલય તથા સ્ટાફ પણ સરકાર આપી શકે છે.
કર્મચારીઓ બેરોજગારસૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે 14 મી વિધાનસભામાં વિરોધ પક્ષના કાર્યાલયમાં કુલ 18 લોકોને રોજગારી પ્રાપ્ત થતી હતી. જેમા 6 પટ્ટાવાળા, 8 પી.એ. પીએસ. અને સેક્શન અધિકારી હતા. જ્યારે વિધાનસભાની મહત્વની કામગીરી જેવી કે વિધાનસભા ગૃહમાં ખાસ દરખાસ્ત, પ્રશ્નોત્તરી, 116 ની નોટીસ તેમજ વિધાનસભાની બીજી કાર્યવાહીમાં હવે વિરોધ પક્ષમાં કોઈ કર્મચારી રહેતા નથી. જેથી તારીખ 15મી વિધાનસભામાં આવનારા નવા ધારાસભ્યને મુશ્કેલીઓ પડી શકે છે. જ્યારે કોંગ્રેસ પક્ષે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં બેરોજગારીનો પ્રશ્ન ઉભો કરીને ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે હવે પરિણામ બાદ એ જ કાર્યાલય ના 18 કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા.