ગાંધીનગર : અમદાવાદ જિલ્લા અને શહેરમાં સતત કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, હોસ્પિટલમાં ખાલી બેડ નથી. જ્યારે અમદાવાદ શહેર અને જિલ્લાની આસપાસના જિલ્લામાં અમદાવાદ કરતા દર્દીની સંખ્યા ઓછી છે. જ્યારે મેડિકલ સ્ટાફ પણ પૂરતા પ્રમાણ છે. જેથી આ તમામ મેડિકલ સુવિધાનો લાભ લઇ શકાય તે માટે સરકાર દ્વારા નવી ગાઈડ લાઇન્સ બહાર પાડવામાં આવશે. ઉપરાંત અમદાવાદમાં દર્દીઓનું વેટિંગ લિસ્ટ વધતા અને કેસોમાં સતત વધારો થતાં સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. આમ, અમદાવાદ જિલ્લાની આસપાસના જિલ્લાઓ જેવા કે, મહેસાણા, ગાંધીનગર, બોટાદ જિલ્લામાં દર્દીઓને ટ્રાન્સફર કરવાનું આયોજન સરકાર દ્વારા વિચારણામાં છે.
લો બોલો... અમદાવાદ હાઉસફૂલ: કોવિડ-19 પોઝિટિવ દર્દીને હવે આસપાસના જિલ્લામાં ટ્રાન્સફર કરાશે
રાજ્યમાં કોવિડ 19 ની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો સ્થિતિ વણસી રહી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ 19 ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસમાં રોજ 300 જેટલા કેસો સામે આવ્યા છે. ત્યારે અમદાવાદની તમામ કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ થઈ ગઇ હોવાથી અમદાવાદ કલેકટર અને રાજ્ય સરકાર દ્વારા ટુક સમયમાં અમદાવાદની આસપાસના જિલ્લામાં કોવિડ 19 પોઝિટિવ દર્દી ટ્રાન્સફર કરીને સારવાર આપવાની ચર્ચા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ હાઉસફૂલ
આમ, હવે અમદાવાદની કોવિડ 19 હોસ્પિટલમાં કામનું ભારણ સાથે દર્દીઓને સારી સારવાર મળી રહે અને વણવપરાયેલી આરોગ્યની સુવિધાનો પણ ઉપયોગ થાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે.
Last Updated : Jun 12, 2020, 1:04 PM IST