ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત પેટાચૂંટણી: બસ થોડી વારમાં જ વિધાનસભાની 6 બેઠક પર મતગણતરી થશે શરુ - મત ગણતરી હાથ ધરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ખાલી પડેલ છ વિધાનસભા બેઠક પર 21 ઓક્ટોબરના દિવસે મતદાન યોજાયું હતું, ત્યારબાદ હવે ૨૪ ઓકટોબર એટલે કે આજે મત ગણતરી યોજાવાની છે. સવારે 8 કલાકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે છ વિધાનસભા બેઠક પર મતગણતરી શરૂ થશે. ત્યારબાદ પરીણામ જાહેર કરવામાં આવશે.

આજે 6 વિધાનસભા બેઠકનું પરિણામ, સવારે 8 વાગ્યે મત ગણતરી હાથ ધરાશે

By

Published : Oct 23, 2019, 7:37 PM IST

Updated : Oct 24, 2019, 7:01 AM IST

મતગણતરી દરમિયાન સુપ્રીમકોર્ટના અને કેન્દ્રીય ચૂંટણીપંચ નિર્દેશાનુસાર પહેલા વીવીપેટમાં મત ગણતરી કરવામાં આવશે. જેમાં રેન્ડમલી પાંચ જેટલાં EVM મશીનને સિલેક્ટ કર્યા બાદ એ 5 મશીનની વીવીપેટ સાથે મતગણતરી શરૂ થશે. ત્યારબાદ જ અન્ય ઇવીએમ મશીનની મત ગણતરી કરવામાં આવશે.

આજે 6 વિધાનસભા બેઠકનું પરિણામ, સવારે 8 વાગ્યે મત ગણતરી હાથ ધરાશે

મતગણતરી માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કુલ 613 જેટલા કર્મચારીઓને કાઉન્ટીગ સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. દરેક વિધાનસભા દીઠ ૨૫ કાઉન્ટિંગ સુપરવાઇઝર, 25 માઈક્રો ઓબ્ઝર્વર, તથા 25 વર્ગ 4ના અધિકારી હાજર રહેશે. મતગણતરી દરમિયાન એસઆરપી અને CRPF પોલીસનો બંદોબસ્ત પણ રહેશે.

આજે 6 વિધાનસભા બેઠકનું પરિણામ, સવારે 8 વાગ્યે મત ગણતરી હાથ ધરાશે
Last Updated : Oct 24, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details