કોંગ્રેસના નેતાઓની પાર્ટી ચલાવવાની શક્તિ ના હોય તો ગુજરાત યૂનિટ બંધ કરી દે: જીતુ વાઘાણી
રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચના રોજ યોજાવા જઇ રહી છે, ત્યારે કોંગ્રેસના 5 ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. હજૂ પણ કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તો નવાઈ નહીં. જેથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, કોંગ્રેસ પોતાની મેળે તૂટી રહી છે અને ભાજપ પર ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના નેતાઓની પાર્ટી ચલાવવાની શક્તિ ના હોય તો ગુજરાત યુનિટ બંધ કરી દે : જીતુ વાઘાણી
ગાનધીનગરઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, હારેલા કોંગ્રેસના ઉમેદવારોને પ્રજા ચૂંટતી નથી, ત્યારે તેવા મોટા નેતાઓને રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. હું તેમને કહેવા માગું છું કે, જો કોંગ્રેસ પોતાની પાર્ટી ચલાવી શકતી ન હોય તો ગુજરાત યુનિટને તાળું મારી દેે.
Last Updated : Mar 16, 2020, 6:57 PM IST