ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય કર્મચારી બેન્કમાં ગોટાળાને લઇ MDએ આપ્યું રાજીનામું, બેન્ક બચાવવા મેદાનમાં આવ્યું મંડળ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડમાં ચેરમેન દ્વારા ગોટાળા કરવામાં આવ્યા હોય તેવી લેખિત રજૂઆત જિલ્લા રજીસ્ટારને કરવામાં આવી છે. બેંકમાં ગોટાળા થાય છે તેવું જણાવી બેંકના મેનેજિંગ ડિરેક્ટરે રાજીનામું આપ્યુ છે. આ મુદ્દે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને કસ્ટોડિયન નિમવાની માગ કરી છે.

kjjk

By

Published : Nov 5, 2019, 11:11 PM IST

ધી ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઓપરેટિવ બેંક લિમિટેડમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. રાજ્યના કર્મચારીઓ પોતાના ખાતા આ બેંકમાં ધરાવે છે, ત્યારે તાજેતરમાં જ બેંકના એમ.ડી.એ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામુ આપી દીધું છે. રાજીનામું આપવા પાછળનું કારણ જાણવા મળી રહ્યું છે કે બેંકના ચેરમેન કે .આર. ભરવાડ દ્રારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. બેંકમાં કર્મચારીઓની નિંમણુકમાં પણ રૂપિયા લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા છે. તો બીજી બાજુ બેંકના એમડીએ બધા હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

રાજ્ય કર્મચારી બેન્કમાં ગોટાળાને લઇ MDએ આપ્યું રાજીનામું

બેંકમાં ડિરેક્ટરોની પણ નિંમણૂક કરવામાં આવી નથી. મોટાભાગના ડિરેક્ટરો નિવૃત થઈ ગયા હોવાના કારણે જગ્યાઓ ખાલી પડી છે. ગોટાળાને લીધે બેન્ક ફડચામાં જઈ રહી છે. તેને લઈને ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા જુના સચિવાલય ખાતે દેખાવો કરવામાં આવ્યા હતાં. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રવક્તા કાર્તિક ત્રિવેદીએ કહ્યું હતું કે, બેંકમાં કસ્ટોડિયનની નિંમણૂક કરવામાં આવે જેની સચિવાલય ખાતે આવેલી રજિસ્ટ્રાર ઓફિસમાં પણ તેમણે રજૂઆત કરી હતી. પરંતુ, અધિકારીઓ દ્વારા તેમને સાંભળવામાં આવ્યા ન હતાં.

ABOUT THE AUTHOR

...view details