ગાંધીનગર: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જર્જરિત મકાનો પત્તાના મહેલની જેમ તૂટી જાય તેવું જોવા મળી રહ્યું છે અનેક જગ્યાએ પૂરમાં તણાતા હોય તેવા વીડિયો સામે આવ્યા છે. ગાંધીનગરમાં આવેલી ઇન્ડસ્ટ્રિઅલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ (ITI) જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે.
ગાંધીનગરમાં આવેલી ઇન્ડસ્ટ્રિઅલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ હાલત જર્જરિત છે. અનેક જગ્યાએ આઇટીઆઇના સત્તાધીશો દ્વારા ભયજનક બોર્ડ લગાવવામાં આવ્યા છે. રેલિંગ લગાવીને રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે, તેવી સ્થિતિમાં આઇટીઆઇના ઇન્સ્ટ્રક્ટર ફરજ બજાવી છે.
ગાંધીનગર ITIની હાલત જર્જરિત ગાંધીનગરની આઈ.ટી.આઈમાં પેઇન્ટરના વર્કશોપ આગળ જ સોમવારની સવારે મકાનની છત ધડામ કરતી પડી હતી. સદનસીબે કોરોના કાળ શિક્ષણ બંધ હોવાથી ત્યારે તાલીમાર્થીઓ હાજર નહતા, જેથી કોઇ જાનહાનિ થઇ નહોતી. પરંતુ ચાલુ અભ્યાસ દરમિયાન ધાબાની છત પડી હોત તો મોટી જાનહાનિ સર્જાત.
આ બાબતે આઇ.ટી.આઇના ETV ભારતે સત્તાધીશો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, નવી બિલ્ડિંગ મંજૂર થઈ ગઈ છે, પરંતુ કોરોના કાળના લીધે ટેન્ડરની પ્રક્રિયા બાકી છે. હાલના સંજોગોને લઇને વર્કશોપ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવાની પણ કામગીરી ચાલી રહી છે.