ગાંધીનગર સિવિલમાં કોરોના દર્દીના સગા કરી રહ્યા છે સ્ટ્રેચર મુકવાનું કામ: વીડિયો વાયરલ - પીપીઇ કીટ
કોરોના દર્દીઓની હાલત અમદાવાદ સિવિલમાં બદતર થઈ ગઈ છે. અમદાવાદ-ગાંધીનગર ટ્વિન સિટી હોવાના કારણે હવે અમદાવાદ સિવિલની અસર ગાંધીનગરમાં પણ જોવા મળી રહી છે. કોરોના દર્દીનું સિવિલમાં મોત થયા બાદ પીએમ રૂમથી લઈને એમ્બ્યુલન્સમાં મૃતદેહ મૂકવા સુધી કેવું કામ કરાવાય છે દર્દીના સગા પાસે તેનો વીડિયો વાઈરલ થયો છે.
ગાંધીનગર
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા તબીબોને હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવતી હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવે છે. પરંતુ આ માત્ર ભ્રામક વાતો હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગર સિવિલમાં કોરોનાના દર્દીનું મોત થયા બાદ તેના સગા પાસે સ્ટ્રેચર મુકવાનું કામ કરાવવામાં આવતું હોય તેવો વીડિયો વાયરલ થયો છે.