ગાંધીનગર : પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. અને ચાર રાજ્યોમાં ભાજપ સરકારનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે આજે બપોરે 2:30 કલાકે ઉત્તરાખંડના મુખ્યપ્રધાનની (Uttarakhand CM Oath) શપથવિધિ છે. તેને લઈને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉત્તરાખંડ (CM of Uttarakhand Bhupendra Patel) જવા રવાના થશે. બપોરે 2:30 કલાકે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીની શપથવિધિમાં પણ હાજરી આપશે.
CM ભૂપેન્દ્ર પટેલનું શિડયુલ -મુખ્યપ્રધાન 11.15 વાગ્યે હોટેલ હયાતમાં રોકાણ કરશે. જ્યારે બપોરે 2 વાગ્યે હોટેલમાંથી શપથવિધિ સમારોહમાં જવા રવાના થશે. ત્યારબાદ બપોરે 2.30 વાગ્યે તેઓ શપથવિધિમાં ઉપસ્થિત રહેશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 3.15 વાગ્યે ગુજરાત પરત આવવા રવાના થશે.
આ પણ વાંચો :CM in Goa and Uttarakhand : જીત છતાં ગોવા-ઉત્તરાખંડમાં ભાજપના મુખ્યપ્રધાનની પસંદગી મુશ્કેલ
ઉત્તરપ્રદેશની શપથવિધિમાં આપશે હાજરી - ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનની શપથવિધિમાં મુખ્યપ્રધાન હાજરી (CM of Uttarakhand was Sworn in Today) આપે તેવી શક્યતાઓ છે. પરંતુ 24મી એ રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશ સરકારની શપથવિધિમાં (Pushkar Singh Dhami's Swearing in Ceremony) હજુ સુધી કંઈ નક્કી ન થતું હોવાની પણ વાત સામે આવી રહી છે. જે 25 માર્ચના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે યોગી આદિત્યનાથ બીજી વખત શપથ લેશે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ 25 માર્ચના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાનની શપથવિધિમાં હાજરી આપશે.
આ પણ વાંચો :uttarakhand assembly election 2022 : શું ઉત્તરાખંડને મળશે પ્રથમ મહિલા મુખ્યપ્રધાન ?
હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી -વર્ષ 2012 ના અંતમાં નવેમ્બર-ડિસેમ્બર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election) ભાજપ પક્ષની સરકાર દ્વારા તેમજ તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ હવે પાંચ રાજ્યોની ચૂંટણી બાદ તમામ રાજકીય પક્ષોની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છે. જ્યારે ભાજપ પક્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 150 બેઠક સાથે ચૂંટણી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે.