ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના કેસ વધતા મુખ્યપ્રધાને ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણીપંચને પત્ર લખ્યો - corona case

સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અલગ-અલગ શહેરમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યું છે. તેમાં કોરોનાના કેસો બેકાબૂ બનતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણીપંચને ચૂંટણી મોકૂફ રાખવા પત્ર લખીને દરખાસ્ત કરી હતી.

કોરોનાના કેસ વધતા મુખ્યપ્રધાને ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને પત્ર લખ્યો
કોરોનાના કેસ વધતા મુખ્યપ્રધાને ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને પત્ર લખ્યો

By

Published : Apr 9, 2021, 8:30 PM IST

  • કોરોનાના કેસો બેકાબુ બન્યા હતા
  • ચૂંટણી કાર્યમાં વધુ લોકો જોડાતા હોવાથી રદ કરવા કહ્યું
  • આ પહેલા કોંગ્રેસ અને આપ દ્વારા પણ આ દરખાસ્ત કરાઈ હતી

ગાંધીનગર: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાના સંક્રમણના વધતા વ્યાપને ધ્યાનમાં રાખી, રાજ્યના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી છે.

આ પણ વાંચોઃAAP અને કોંગ્રેસે ગાંધીગનર મહાનગરપાલિકાની ચૂંટણી રદ કરવા ચૂંટણીપંચને રજૂઆત કરી

કોરોનાના કેસો અને મૃત્યુદર પણ બેકાબૂ બનતા સીએમએ લખ્યો પત્ર

જે રીતે દિવસેને દિવસે ગાંધીનગરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, તેમજ મૃત્યુદર પણ બેકાબૂ બની રહ્યો છે. ત્યારે આ સમયે મુખ્યપ્રધાને ચૂંટણીપંચને પત્ર લખીને આગામી ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી મોકૂફ રાખવા માટે દરખાસ્ત કરી છે. ચૂંટણીઓમાં લોકો સંક્રમિત ના થાય તેમજ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા જનહિત અભિગમથી પત્ર લખીને દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી છે. આ પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પંચને આ મામલે પત્ર પાઠવાયો છે.

આ પણ વાંચોઃકોંગ્રેસે કોરોના સંક્રમણ વધતા ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને કરી માગ

પત્રમાં જણાવ્યું લોકો મોટી સંખ્યામાં ચૂંટણી કામગીરીમાં જોડાઇ છે

મુખ્યપ્રધાને રાજ્ય ચૂંટણી પંચને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો, કાર્યકરો, સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાઇ તે સ્વાભાવિક છે. પરંતુ એટલુ જ નહીં ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ, અધિકારો ફરજ પર રહેતા હોય છે. આવા સંજોગોમાં કોરોનાના સંક્રમણની વ્યાપકપણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે. રાજ્ય ચૂંટણીપંચ આ બધી બાબતોનો વિચાર કરી ગાંધીનગર મહાનગપાલિકાની સામાન્ય ચૂંટણીઓ વિશાળ જનહિતમાં મોકૂફ રાખે તેવી વિનંતી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે.

ABOUT THE AUTHOR

...view details