ગાંધીનગર:રાજ્યમાં છેલ્લા 4 દિવસથી વરસાદ તોફાની બેટિંગ (Monsoon Gujarat 2022)કરી રહ્યો છે. આજે રાજ્યના હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વસલાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સીએમ ડેસ્ક બોર્ડ(CM Desk Board)પર અન્ય જિલ્લામાં વરસેલા વરસાદને કારણે ઊભી થયેલી વિકટ સ્થિતીની( heavy rains in Gujarat)સંપૂર્ણ વિગતો આ જિલ્લાના કલેકટરો (Gujarat Rain Update)પાસેથી મેળવી હતી.
આશ્રય સ્થાનોની સમીક્ષા -ગઇકાલે વરસાદ પ્રભાવિત નર્મદા, નવસારી અને છોટાઉદેપુર જિલ્લાની જાત મુલાકાત લીધા બાદ આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)પાંચ જિલ્લાઓની વરસાદી સ્થિતીનું આકલન સી.એમ. ડેશબોર્ડ દ્વારા કર્યુ હતું. આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના અને કાચા મકાનો-ઝૂંપડાઓમાં રહેતા લોકોના સલામત સ્થળે સ્થળાંતર તથા તેમને આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધાઓ અંગે પણ જાણકારી મેળવી હતી. જે માર્ગ પર કે કોઝ વે પર વધુ પાણી વહેતું હોય, તળાવ છલકાયા હોય, નાના ડેમ છલકાયા હોય અને પાણી માર્ગો પર વહેતું હોય તો(monsoon 2022 in gujarat)કોઇ વ્યક્તિ કે વાહનો ત્યાં જાય નહીં તે માટે આવા માર્ગો અવર જવર માટે બંધ કરવા જરૂર જણાય તો પોલીસ તંત્રની મદદ લેવા પણ સુચના આપી હતી.
આ પણ વાંચોઃએકસાથે આટલા પશુઓના થયા મૃત્યુ ! આગાહીને પગલે SDRF - NDRFની ટીમ તૈનાત