મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મનની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકો સાથે બેસીને શિક્ષકોને અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે ખુલ્લા મને ચર્ચા કરી હતી. જેમાં અનેક શિક્ષકોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સૂચનો સાથે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શિક્ષકોને બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત ફોલો કરવાની પણ કડક સૂચના આપી હતી.
મનની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આજે શિક્ષકદિન નિમિત્તે 36 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે તમામ શિક્ષકો સાથે વિજય રૂપાણીએ સાંજે નિવાસસ્થાન ખાતે ખાસ કાર્યક્રમ મનની મોકળાશ યોજીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. આ ચર્ચા દરમિયાન શિક્ષકોએ વિજય રૂપાણીને અનેક સૂચનો આપ્યા હતાં.