ગાંધીનગરઃ જિલ્લામાં છેલ્લા 48 કલાકથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો ન હતો. શહેર માટે આ સારા સમાચાર હતા. પરંતુ 48 કલાક બાદ ચ-7 સર્કલ પાસે બનાવવામાં આવેલી કોવિડ ચેકપોસ્ટ પર ફરજ બજાવતી 30 વર્ષીય મહિલા ગાર્ડ પોઝિટિવ આવી છે.
પાટનગરમાં 48 કલાક બાદ કોરોનાનો 1 કેસ સામે આવ્યો, ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતી મહિલા ગાર્ડ પોઝિટિવ - આરોગ્ય વિભાગ
ગાંધીનગર શહેરમાં 48 કલાકમાં એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો ન હતો. શહેર માટે આ સારા સમાચાર હતા. પરંતુ 48 કલાક બાદ ચ-7 સર્કલ પાસે બનાવવામાં આવેલી કોવિડ ચેકપોસ્ટ પર ફરજ બજાવતી 30 વર્ષીય યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાનો કહેર છેલ્લા 48 કલાકમાં ઓછો થયો હતો. ગાંધીનગર શહેરમાં રહેતા વસાહતીઓ માટે 48 કલાક પહેલા ખુશીના સમાચાર હતા. પરંતુ ગાંધીનગર શહેરમાં ચ-7 સર્કલ પાસે બનાવવામાં આવેલી કોવિડ ચેકપોસ્ટ પર ફરજ બજાવતી 30 વર્ષીય યુવતિ પોઝિટિવ આવી હતી.
આ યુવતિ ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને શહેરના સેક્ટર-21માં વસવાટ કરે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના યોદ્ધા કહેવાતા પોલીસ, પત્રકાર, ડોક્ટર અને નર્સ અગાઉ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે વનવિભાગના મહિલા કર્મચારી જેમની ડ્યૂટી ચ-7 સર્કલ પાસે આપવામાં આવી હતી. ગાંધીનગર મહાપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા યુવતિના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવામા આવ્યા હતા.