ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કમલમ ખાતેથી આત્મનિર્ભર ભારતના ગુણગાન કર્યા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે ગુરૂવારે ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતેથી કોરોના વાઇરસના કારણે સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિમાં કેન્દ્ર સરકારના કાર્યોના ગુણગાન કર્યા હતાં.

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કમલમ ખાતેથી આત્મનિર્ભર ભારતના ગુણગાન કર્યા
પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કમલમ ખાતેથી આત્મનિર્ભર ભારતના ગુણગાન કર્યા

By

Published : Jul 9, 2020, 9:47 PM IST

અમદાવાદ: પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે ગુરૂવારે ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતેથી કોરોના વાઇરસના કારણે સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિમાં કેન્દ્ર સરકારના કાર્યોના ગુણગાન કર્યા હતાં.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને રૂપિયા 20 લાખ કરોડનું આર્થિક પેકેજ કોરોના વાઇરસને લઈને દેશના તમામ વર્ગ માટે જાહેર કર્યું છે, ત્યારે કેન્દ્ર સરકારના પગલાઓથી અને નીતિગત સુધારાઓથી ભારત વિશ્વ સાથે સ્પર્ધા કરવાનું સામર્થ્ય ધરાવતું થયું છે. ભારતમાં આફતને અવસરમાં બનાવવાની કુશળતા છે. આત્મનિર્ભર ભારત વિષય પર વાત કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઈતિહાસમાં સૌપ્રથમ વખત ભારતને આત્મનિર્ભર બનાવવા 20 લાખ કરોડના પેકેજની જાહેરાત થઇ છે. જેનો ઉપયોગ અર્થતંત્ર, મજૂર વર્ગ, મેન્યુફેક્ચર ક્ષેત્ર, સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ, ખેડૂતો, શ્રમિકો વગેરેને માટે લાભદાયક રહેશે.

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કમલમ ખાતેથી આત્મનિર્ભર ભારતના ગુણગાન કર્યા
આ ઉપરાંત ગુજરાતની જનતાને રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો આગ્રહ કરવા જીતુ વાઘાણી સંદેશ આપ્યો હતો. તેમને કહ્યું હતું કે, સ્વદેશી ચીજો વાપરવાથી આપણે પ્રત્યક્ષ રીતે ભારતના લોકોને મદદ કરી શકીએ છીએ. કેન્દ્ર સરકારે ચાઈનીઝ એપ પર મુકેલા પ્રતિબંધ ભારતમાં સ્વદેશી એપ બનાવવાનું શરૂ થયું છે.રાજકારણ ઉપર વાત કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આવનારી પેટા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કોઈપણ પ્રકારનું આંતરિક મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. ઉમેદવારોની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્યો ભલે ભાજપમાં આવ્યા હોય, પરંતુ તેઓ ચૂંટણી લડશે તો ભાજપના કમળ ઉપર જ લડશે, એટલે કે પક્ષ મોટો છે વ્યક્તિ નહીં.

ABOUT THE AUTHOR

...view details