ગુજરાત

gujarat

ETV Bharat / state

કોંગ્રેસ સરકારના ખોટા નિર્ણયોના કારણે આદિવાસી સમાજની જાતિઓ વચ્ચે વિવાદ ઉભો થયો : ગણપત વસાવા - Gandhinagar news

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી આંદોલનકારીઓથી ભરાઈ ગઈ છે. ત્યારે ગીર, બરડો અને આલોચના માલધારીઓ આદિવાસી હોવાનો દાવો કરી રહ્યા છે. કેબિનેટની બેઠકમાં આ બાબતે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવાએ કહ્યું કે, જે લોકો 1956માં આદિવાસી હોવાનું પ્રમાણપત્ર બતાવશે તેમનું પ્રમાણપત્ર માન્ય રહેશે.

gir
ગાંધીનગર

By

Published : Feb 6, 2020, 8:30 PM IST

ગાંધીનગર : રાજય સરકાર દ્વારા ગૃહવિભાગ હસ્તકની લોકરક્ષક દળ (એલ.આર.ડી.) ભરતીમાં આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજય પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, એલ.આર.ડી.ની ભરતીમાં એકપણ ઉમેદવારનું એલ.આર.ડી. કેસમાં ST માટેનું ખોટું પ્રમાણપત્ર ચલાવી લેવામાં આવશે નહી. આ અંગે જો કોઇને પણ વાંધો હોય તો તે તમામ વ્યકિતઓ સાથે રાજ્ય સરકાર ખુલ્લા મને ચર્ચા કરવા તત્પર છે.

ગીર, બરડો, આલેચના લોકો 1956નું આદિવાસી પ્રમાણપત્ર બતાવશે તો માન્ય : ગણપત વસાવા

સરકાર આદિવાસીઓના હિતોના રક્ષણ માટે સતત ચિંતિત છે. ત્યારે કેબિનેટની બેઠકમાં ખોટા આદિવાસીઓ સામે કડક કાર્યવાહી કરીને એક પણ ખોટા આદિવાસીના જાતિ પ્રમાણપત્ર માન્ય નહી કરવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય સચિવને આ અંગે મુખ્યપ્રધાન દ્વારા સુચનાઓ આપવામા આવી છે. કોંગ્રેસની સરકારો વખતે અપાતા અનુસૂચિત જનજાતિના ખોટા પ્રમાણપત્ર આપવાનું અને ખોટા લાભ લેવાનું બંધ કરાવ્યું. જે આદિવાસી સમાજના અધિકારોના રક્ષણ માટેની મોટી ઘટના સમાન છે. કોંગ્રેસની સરકારના ખોટા નિર્ણયોના કારણે આદિવાસી સમાજની જાતિઓ વચ્ચે વિવાદ ઉભો થયો છે.

કોંગ્રેસ ‘‘ભાગલા પાડો અને રાજ કરો’’ની વોટ બેંકની રાજનીતિ કરી રહી છે. ત્યારે કોંગ્રેસ બે મોંઢાની વાતો કરીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. તે બંધ કરવું જોઇએ. એલ.આર.ડી.ની ભરતી કે અન્ય કોઇપણ સરકારી ભરતીમાં એક પણ ખોટા આદિવાસીનું પ્રમાણપત્ર માન્ય નહી કરવામાં આવે. સાચા આદિવાસીના લાભ તેમને જ મળે અને ખોટા લોકો આદિવાસી તરીકેના લાભો મેળવે નહી તે માટે રાજય સરકાર આદિવાસીઓના હક અને બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માટે કટીબધ્ધ છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કમિશ્નના વર્ષ 1955 (પાંચમાં રીપોર્ટમાં) માલધારીના જે કુટુંબો અનુસૂચિત જનજાતિમાં સમાવવાની ભલામણ મુજબ ભારત સરકારના ગૃહ મંત્રાલયનાં 29/10/1956ના જાહેરનામાથી ગીર, બરડા અને આલેચના જંગલ વિસ્તારમાં આવેલા નેસોમાં વસવાટ કરતા રબારી, ભરવાડ અને ચારણને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર મળવાપાત્ર છે. આમ, ગીર, બરડા, આલેચના જંગલ વિસ્તારમાં આવેલી નેસમાં વસવાટ કરતાં રબારી, ભરવાડ અને ચારણ જાતિનો અનુસૂચિત જનજાતિની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ સમયે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને કોંગ્રેસની સરકારનું શાસન હતું.

ABOUT THE AUTHOR

...view details