ગુજરાત

gujarat

ETV Bharat / state

Dairy Industry Conference : 27 વર્ષ પછી ગુજરાતમાં યોજાશે ડેરી ઉદ્યોગની સૌથી મોટી કોન્ફરન્સ

ગાંધીનગરમાં ત્રણ દિવસીય ઈન્ડિયન ડેરી એસોસિએશનની 49મી ડેરી કોન્ફરન્સ યોજાશે. આ સૌથી મોટી ડેરી ઉદ્યોગની કોન્ફરન્સ ગુજરાતમાં 27 વર્ષ પછી યોજાઈ રહી છે. ભારતના 10 અબજ ડોલરના ડેરી ઉદ્યોગની આ સૌથી મોટી કોન્ફરન્સ છે.

ઈન્ડીયન ડેરી એસોસિએશન
ઈન્ડીયન ડેરી એસોસિએશન

By

Published : Mar 15, 2023, 6:11 PM IST

ગાંધીનગર: ઈન્ડિયન ડેરી એસોસિએશનની 49મી ડેરી કોન્ફરન્સનું ગાંધીનગર ખાતે 16 માર્ચથી 18 માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે. ડેરી ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સ અને એક્સપોમાં ભારત અને વિદેશના ડેરી ઉદ્યોગના નિષ્ણાતો, દૂધ ઉત્પાદકો દૂધ સહકારી મંડળીઓ, સરકારી અધિકારીઓ વૈજ્ઞાનિકો, નીતિ ઘડનાર સમુદાય, શિક્ષણવિદો તથા અન્ય સહયોગીઓ એકત્ર થશે.

3 વર્ષ પછી આયોજન: 49મી ડેરી ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સ અને એક્સપોનો વિષય India Dairy to the world: Opportunities & Challenges છે. આ કોન્ફરન્સ કોવિડ મહામારીને કારણે આઈડીએ અને તેના સ્ટેટ ચેપ્ટરના સહયોગથી ત્રણ વર્ષ પછી યોજાઈ રહી છે. 18 માર્ચે ઈન્ડીયન ડેરી સમિટમાં કેન્દ્રના ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા, રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ વિશ્વકર્મા, પશુપાલન અને ડેરી સચિવ રાજેન્દ્ર કુમાર સિંઘ, એનડીડીબીના ચેરમેન મિનેશ શાહ અને ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રેસીડેન્ટ પીઅરક્રીસ્ટીનો બ્રેઝલ હાજરીઆપશે.

દૂધનુ સૌથી વધુ ઉત્પાદન કરનાર દેશ: ભારતના ડેરી ઉદ્યોગની મધ્યસ્થ સંસ્થા ઈન્ડીયન ડેરી એસોસિએશનના પ્રમુખ આર. એસ. સોઢી જણાવ્યું હતું કે ભારતના 10 અબજ ડોલરના ડેરી ઉદ્યોગની આ સૌથી મોટી કોન્ફરન્સ છે. દૂધની તંગી ધરાવતા દેશમાંથી ભારત દુનિયામાં દૂધનુ સૌથી વધુ ઉત્પાદન કરનાર દેશ બન્યો છે. ભારત દુનિયાની ડેરી બનવાની ક્ષમતા ધરાવે છે. ભારત તેને પ્રાપ્ત થયેલી અપાર શકયતાઓ અને પડકારો પાર કરીને કેવી રીતે મહત્તમ લાભ લઈ શકે તેની ચર્ચા થશે. 27 વર્ષ પછી ગુજરાતમાં આ કોન્ફરન્સ યોજાઈ રહી છે તે એક વિશિષ્ઠ બાબત છે.

આ પણ વાંચો:Gujarat Budget 2023 : ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય માટે 26 કરોડનું એલાન

ભારતનો ઉદ્દેશ વિશ્વની ડેરી બનવાનો: એનડીડીબીના ચેરમેન મિનેશ શાહે જણાવ્યું હતું કે નાના પાયે શરૂઆત કરીને હાલમાં દુનિયાના દૂધના ઉત્પાદનમાં એક ચતુર્થાંશ જથ્થાનું પ્રદાન કરનાર ભારતની આ ઉદ્યોગની મજલ નોંધપાત્ર રહી છે. ભારતનો ઉદ્દેશ વિશ્વની ડેરી બનવાનો છે પણ આ ધ્યેય ડેરી ભારતના ગ્રાહકોને પોષણ અને કરોડો ખેડૂતોને આજીવિકાનુ સાધન પૂરી પાડીને કરી શકે તેમ છે. મને આશા છે કે ડેરીઉદ્યોગની 49મી ડેરી કોન્ફરન્સમાં થનાર ચર્ચાઓ ઉદ્યોગનુ ધ્યેયપાર પાડવાની દિશામાં મહત્વની પૂરવાર થશે.

આ પણ વાંચો:નિરક્ષર છતાં પશુપાલન થકી કરોડોની આવક કરતા આત્મનિર્ભર નવલબેન

એવોર્ડઝ એનાયત કરાશે: આ કોન્ફરન્સ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને એક મંચ પર એકત્ર કરીને ડેરી ઉદ્યોગના વૈશ્વિક પ્રવાહો ફાર્મ ઈનોવેશન્સ, આ ક્ષેત્રમાં પરાયાવરણની સુરક્ષા, કલાઈમેટ ચેન્જ, પોષણ તથા ભારતમાં આરોગ્યની સ્થિતિ અંગે પરામર્શ કરીને ભારતને ડેરી ઉદ્યોગનાં ઈનોવેશન અને ઉપાયો અંગેનુ ધબકતું મથક બનાવવા માટેનુ પ્લેટફોર્મ બની રહેશે. દૂધના ઉત્પાદન, સંગ્રહ અને પ્રોસેસીંગ તેમજ પેકેજીંગની આધુનિક ટેકનોલોજીસ,અંગેના ઉપાયો 3 દિવસની કોન્ફરન્સ અને પ્રદર્શનમાં રજૂ કરાશે. ડેરી ઉદ્યોગના વિકાસમાં પ્રદાન કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને એવોર્ડઝ એનાયત કરવામાં આવશે.

નોંધ - ( પ્રેસ નોટ આધારિત)

ABOUT THE AUTHOR

...view details