ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, 43 જેટલી ફરિયાદો મળીઃ EC

ગાંધીનગરઃલોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં યોજાયું હતું. રાજ્યમાં 26 લોકસભા બેઠક પર શાંતિ પૂર્ણ માહોલમાં 62.36 % સરેરાશ મતદાન થયું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ મુરલીક્રિષ્નાએ કહ્યું કે, સામાન્ય બનાવવાની બાદ કરતા શાંતિ ભર્યા માહોલમાં લોકસભાની ચૂંટણી પુર્ણ થઈ છે.

By

Published : Apr 23, 2019, 10:35 PM IST

રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં 62.36 % સરેરાશ મતદાન

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 26 બેઠકો પર મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં યોજાયુ હતું. રાજ્યમાં 25 જેટલા છુટ્ટા છવાયા બનાવોને બાદ કરતા કોઇ મોટો બનાવ બનાવા પામ્યો ના હતો. રાજ્યમાં સવારે 7 વાગે મતદાન શરૂ થયું હતું. સાંજે 6 વાગ્યા સુધી 62. 36 ટકા મતદાન થયું હતું. ચૂંટણી કમિશ્નર મુરલીક્રિષ્નાએ જણાવ્યું હતું કે, સમગ્ર દિવસ દરમિયાન ઓનલાઇન, વોટ્સએપ,વગેરે માધ્યમથી 43 જેટલી ફરિયાદ મળી હતી. રાજ્યમાં 4500 જેટલી જગ્યાઓ પર વેબકાસ્ટિંગથી નજર રાખવામાં આવી હતી.રાજ્યમાં રિ પોલની શક્યતાને જોતા આવતી કાલે સ્ક્રૂટની રાખવામાં આવશે.

રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં 62.36 % સરેરાશ મતદાન

માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી જેમાં બપોરે મતદારોને મતદાન કરતા રોકવામાં આવતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો તેને લઈને કહ્યું કે આ બાબતનો વીડિયો છે અને એસપીને તપાસ કરવા આદેશ આપ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 2 ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જેમાં એક ગામમાં શરૂ કરાવી દેવામાં આવ્યો હતો. જ્યારે ડાંગના દાવડા ગામમાં એક પણ મત પડયો ન હતો. જ્યારે સુરતમાં મહિલાઓ હાથે મહેંદી મૂકીને આવી હતી જેમાં કમળનું ચિત્ર દોર્યું હતું.

જ્યારે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી તેની પણ તપાસ કરવામાં આવી છે. ક્યાંપણ આચારસંહિતા ભંગ જોવા મળતો નથી. જ્યારે વિધાનસભાની 4 બેઠકની પેટા ચૂંટણીમાં બપોરના 3 વાગ્યા સુધી ધાંગધ્રા બેઠક ઉપર 44.14 %, જામનગર ગ્રામ્ય બેઠક ઉપર 48.53 % ઊંઝા બેઠક ઉપર 51.75 % અને માણાવદર બેઠક ઉપર 47.64 % મતદાન યોજાયું હતું. ચૂટણી કમિશ્નર મુરલીક્રિષ્નાએ તમામ પોલીસ સ્ટાફ તેમજ ચૂંટણી સાથે જોડાયેલા ચૂંટણી સ્ટાફનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details