બિન સચિવાલય પેપર લીક કૌભાંડના આરોપીની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ - ગુજરાત પોલીસ
ગાંધીનગર : બિન સચિવાલય પેપર લીક કૌભાંડમા 6 આરોપી 3 જાન્યુઆરી સુધીના રિમાન્ડ ઉપર છે, ત્યારે 6 માંથી એક આરોપી લકી સિંગની તબિયત લથડતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલા આઈ.સી.યુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની દેખરેખ હેઠળ બે કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડને મૂકવામાં આવ્યા છે. લકી સિંઘ દ્વારા છાતીમાં દુખાવાની ફરિયાદ કરવામાં આવતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પેપર લીક કૌભાંડના આરોપીની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ
બીન સચિવાલય પેપર લીક કૌભાંડમાં ગાંધીનગર પોલીસે ઝડપેલા 6 શખ્સો મહમદ ફારુક અબ્દુલ વહાબ કુરેશી, વિજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા, ફકરૂદ્દીન હૈદરભાઈ ઘડીયારી, રામભાઈ નરેશભાઈ ગઢવી, લખવિદરસિંગ ગુરુનામસિંગ સીધુ, દિપક પીરાભાઈ ઉર્ફે પરેશભાઈ જોષી રિમાન્ડ હેઠળ છે, ત્યારે સોમવારે તેમાંથી એક આરોપી લખવિંદરસિંગની તબીયત લથડી હતી. આરોપીએ ગભરામણ અને પીઠના દુ:ખાવાની ફરિયાદ કરતાં પોલીસે તેને ગાંધીનગર સિવિલમાં ત્રીજા માળે એડમિટ કર્યો હતો. જ્યાં હાલ તે સારવાર હેઠળ છે.
પેપર લીક કૌભાંડના આરોપીની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ