ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ’’ કોબા, ગાંધીનગર ખાતે પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, પદ્મશ્રી ડૉ. સુધીર શાહ, ડૉ. નાગપાલ સાહેબ સહિત 40થી વધુ વિશ્વવિખ્યાત તબીબોને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત્ રીતે ભાજપાના સભ્ય બનાવ્યા હતા. આ પ્રસંગે આયોજીત પત્રકાર પરિષદને સંબોધતા વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપાની ‘‘રાષ્ટ્રપ્રથમ’’ની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસની રાજનીતિને સ્વીકારીને પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, પદ્મશ્રી ડૉ. સુધીર શાહ, ડૉ. નાગપાલ સાહેબ સહિત 40થી વધુ નિશ્ર્ણાત તબીબો ભાજપામાં જોડાયા છે. ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી સાથે સૌનું ભાજપામાં હદયપૂર્વક સ્વાગત કરું છું.
1995 થી સતત ગુજરાતની જનતાએ ભાજપા પર ભરોસો રાખી અવિરત પ્રેમ વરસાવ્યો છે. 2017 વિધાનસભાની ચૂંટણીઓમાં પણ સતત છઠ્ઠીવખત ભાજપાનો વિજય ત્યારબાદ 2019ની લોકસભાની ચૂંટણીઓમાં પણ સતત બીજીવખત તમામ 26 બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય અપાવ્યો છે. જે સમગ્ર જનતાનો ભાજપા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે