ગાંધીનગર: શહેરના સેક્ટર-21માં સદસ્ય નિવાસ આવેલું છે, જ્યાં રાજ્યના તમામ ધારાસભ્યોને રહેવા માટે મકાન ફાળવવામાં આવતા હોય છે, ત્યારે ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્યના નિવાસસ્થાનમા રહેતાં 42 વર્ષીય ભાણીયાએ ગળાફાંસો ખાઇ લીધો હતો.
ગાંધીનગરઃ કોંગી MLAના નિવાસમાં ભાણીયાનો આપધાત, ગળાફાંસો ખાધો - Gandhinagar news
ગાંધીનગર શહેરના સેક્ટર-21માં સદસ્ય નિવાસ આવેલું છે, જ્યાં રાજ્યના તમામ ધારાસભ્યોને રહેવા માટે મકાન ફાળવવામાં આવતા હોય છે, ત્યારે ઠાસરાના કોંગ્રેસ ધારાસભ્યના નિવાસસ્થાનમા રહેતાં 42 વર્ષીય ભાણીયાએ ગળાફાંસો ખાઇ લીધો હતો. આ બનાવની જાણ સેક્ટર-21 પોલીસ સ્ટેશને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની જાણ સેક્ટર 21 પોલીસ સ્ટેશને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સેક્ટર-21 સદસ્ય નિવાસમાં 12/10 નંબરનું મકાન ઠાસરાનાં કોંગી ધારાસભ્ય કાંતિભાઈ પરમારને ફાળવવામાં આવ્યું છે, ત્યારે આ મકાનમાં તેમનો 42 વર્ષીય ભાણિયો રાકેશસિંહ હઠીસિંહ ચાવડા તેના પરિવાર સાથે રહેતો હતો.
રાકેશસિંહ છેલ્લાં કેટલાંક સમયથી પેરાલીસીસની બીમારીથી પણ પીડાતા હતા. જ્યારે ગતરાત્રે સદસ્ય નિવાસના મકાનમાં જ ગળાફાંસો ખાઇ લીધો હતો. જ્યારે સેક્ટર-21 પોલીસ મથકે બનાવની જાણ થતાં મૃતકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યો હતો.