આ મુદ્દે પેથાપુર પોલીસે અરજીકર્તા ભીખાભાઈનું નિવેદન નોંધી લેવામાં આવ્યું હતું. હવે આગામી દિવસોમાં પેથાપુર પોલીસ પ્રાથમિક તપાસ કરીને ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવશે.
ઢબુડી માતા જેલની હવાથી બચવા કોર્ટના શરણે, 6 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં સુનાવણી - ઢબુડી માતા
ગાંધીનગર: વિવાદોમાં સંપડાયેલા રૂપાલ ગામના ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાએ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. બોટાદના ગઢડા સ્વામી નાગજીપરા ખાતે રહેતા ભીખાભાઈ માણીયાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમનો દાવો છે કે, ઢબુડી માતાના કહેવાથી તેમણે પુત્રની કેન્સરની દવા બંધ કરી હતી. જેને પગલે તેમણે પુત્ર ગુમાવ્યો હતો.
ઢબુડી માતાના નામથી જાણીતા બનેલા ધનજી ઓડે હવે પોલીસથી બચવા માટે કોર્ટનું શરણું લીધું છે. ત્યારે આ સમયે ધરપકડ થવાની શંકાએ પહેલાથી જ ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી દીધી છે. જેના પર આગામી 6 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે.
પોલીસ દ્વારા ધનજી ઓડ સામે કોઈ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવશે નહીં. વર્ષ 2016નો કેસ હોવાના કારણે ભીખાભાઈ પુત્ર પણ હયાત નથી. પરિણામે ધનજી ઓડ સામે ફરિયાદ નોંધવામાં આવશે નહીં. પરિણામે ધનજી ઓડ દ્વારા આજે ગાંધીનગર કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી.