ગાંધીનગર:ગુજરાતમાં ઓલ ઇન્ડીયા પ્રાઇમરી ટીચર ફેડરેશનનું 29નું રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન યોજાઇ ગયું. જેમાંં દેશના 24 રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના સદસ્યો ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા વલાદ ગામે હાજર થયા હતા. અધિવેશનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. અધિવેશનમાં આવેલા શિક્ષકો સાથે પીએમ મોદીએ રજૂ કરેલી બાબતો અને તેમનું શું કહેવું હતું તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
શિક્ષકોને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણનીતિ શિક્ષકોની ફરજ વિદ્યાર્થીઓની ફરજ અને આગામી સમયમાં કેવું ભણતર હોવું જોઈએ તે બાબતે સરસ વાતો રજી કરી હતી. પરંતુ શિક્ષક વર્ગનો વિકાસ કેવો છે તે વિશે ખણખોદ કરી તો તેમના જે પ્રશ્નો સામે આવ્યાં તે વિચારણીય બની રહે તેવા છે.
- PM Modi Gujarat Visit : શિક્ષકો વચ્ચે પીએમ મોદીની ખાસ વાત, ગૂગલ ક્યારેય ગુરુ નહીં બની શકે ગુરુ તો શિક્ષક જ રહેશે
- Gandhinagar News : ગુજરાતના શિક્ષકોના પડતર પ્રશ્નો વચ્ચે યોજાશે રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન, વાતોના વડાં વચ્ચે પ્રશ્નો ઉકેલાશે?
- Gujarat Shortage Of Teachers: શિક્ષકોની ઘટ વચ્ચે કેવી રીતે ભણશે ગુજરાત, નવી ભરતી કરવામાં સરકારની નીરસતા
પીએમે મુખ્ય ચારથી પાંચ વાતો અમારી સામે મૂકીદિલ્હીથી આવેલાં શિક્ષિકા સીમા માથુરે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે આજે અમારા અધિવેશનના 35 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે અને તેઓએ પ્રાથમિક શિક્ષકોને સંબોધિત કરતા નવી એજ્યુકેશન પોલીસી બાબતે પણ ચર્ચા કરી છે. ઉપરાંત મુખ્ય ચારથી પાંચ વાતો અમારી સામે મૂકી છે. જેમાં કેવી રીતે શાળાનો સ્થાપના દિવસ ઉજવીને વિદ્યાર્થીઓમાં એક અનોખો માહોલ ઊભા કરી શકીએ, મિડ ડે મીલ અને નવી શિક્ષણનીતિમાં માતૃભાષામાં અભ્યાસ કરાવવાના ઉલ્લેખ છે ત્યારે આનાથી શિક્ષકોની શૈલીને ખૂબ જ નિખારશે. ઉપરાંત બાળકોને પણ શીખવામાં સરળતા રહેશે.
શિક્ષકો માટે અધિવેશન ચેન્જ મેકર છે.વર્તમાન શિક્ષણનીતિ અને આવનારી શિક્ષણનીતિમાં ખૂબ જ મોટો ફરક લાવવામાં આવ્યો છે નવી શિક્ષણનીતિમાં બાળકોનો સર્વગ્રાહી વિકાસ થાય તે રીતનું આયોજન છે જય નવા શિક્ષણનીતિ મુજબ આ એક જ અમારા શિક્ષકો માટે મહત્વનો મુદ્દો છે કે બાળકો માટે કેવી રીતે ઓલ રાઉન્ડ ડેવલોપમેન્ટ કરી શકીએ. અને આજ નવી શિક્ષણનીતિમાં અમારા માટે પણ એ ખૂબ ખૂબ સાદો નવો સેટઅપ ઊભો કરવામાં આવ્યો છે. સીમા માથુર, (શિક્ષિકા દિલ્હી)
દિલ્હી મોડલ સારું પણ સેલેરી અનિયમિત : અન્ય એક શિક્ષિકા રીના દહીંયા જેઓ પણ દિલ્હીથી આવ્યાં હતાં તેમણે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ગુજરાતના એજ્યુકેશન મોડેલથી વાકેફ નથી. પરંતુ દિલ્હીના એજ્યુકેશન મોડેલથી સારી રીતે જાણકાર છું અને દિલ્હી સરકાર સ્કૂલો ઉપર અને શિક્ષણ ઉપર સારું ધ્યાન આપે છે. શિક્ષકો સારા છે. દિલ્હીમાં સૌથી મોટો મુદ્દો એજ્યુકેશનનો જ છે.