બાળકોના ભાવિ ઘડનારા શિક્ષકો પોતાના ભાવિ માટે હડતાલ પર બેઠા - ભાવિ માટે હડતાલ પર
ગાંધીનગર: શિક્ષકોની પડતર માંગણીઓ સંદર્ભે રાજ્ય સરકારે જરૂરી પગલાં ન લેતા ગુજરાત જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરાયો. શિક્ષકોની માગ છે કે તેમની પડતર માંગણીઓ સંતોષાય અને જૂની પેન્શન સ્કીમ લાગુ કરાય.

શિક્ષકોના બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ મીઠાભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સરકાર દ્વારા પડતર માંગણીઓનો સ્વીકાર થતો ન હતો. જેને લઈને આજે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ માં બેઠા છીએ. અમારી મુખ્યત્વે પાંચ માંગણી છે જેમાં પ્રથમ માંગણી જૂની પેન્શન સ્કીમ શરૂ કરવી, છઠ્ઠા પગારપંચે વિસંગતતાઓ છે તે દૂર કરવી અને સાતમા પગારપંચ 1 જાન્યુઆરી 2016થી તેનો લાભ આપો, નવી શિક્ષણ નીતિમાં જે શિક્ષકો અને ગેરલાભ થતાં જે નીતિઓ અને કાયદાઓ છે તે દૂર કરવા અને સમાન કામ સમાન વેતન ની જોગવાઈ કરીને સહાયક શિક્ષક ને સમાન પગાર આપવાની માંગ કરવામાં આવી છે.