ગુજરાત

gujarat

20 Year Of Swagat : મને ખબર પડી છે કે સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી છે કે નહીં : મોદી

By

Published : Apr 27, 2023, 11:29 AM IST

Updated : Apr 27, 2023, 5:18 PM IST

સ્વાગત સેવાના 20 વર્ષ પૂર્ણ થયા છે. PM નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોઇપણ યોજના વિઝન અને નિયતથી સફળ થાય છે.

SWAGAT: સ્વાગત સેવાના 20 વર્ષ પૂર્ણ, પીએમ મોદી વિડિઓ કોનફરન્સથી સાંજે 4 કલાકે તમામ જિલ્લામાં સંબોધન કરશે
SWAGAT: સ્વાગત સેવાના 20 વર્ષ પૂર્ણ, પીએમ મોદી વિડિઓ કોનફરન્સથી સાંજે 4 કલાકે તમામ જિલ્લામાં સંબોધન કરશે

ગાંધીનગર: સ્વાગત ઓનલાઇન કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં તેમણે સ્વાગત ઓનલાઈન સેવાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે 2003માં સરકારે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો. જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકેની ફરજ બજાવી રહ્યા હતા.

લોકોની સમસ્યા ઉકેલાઈ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતુ કે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમે 20 વર્ષ પૂર્ણ કર્યા છે. કોઇપણ યોજના વિઝન અને નિયતથી સફળ થાય છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ સ્વાગત સેવા કાર્યક્રમની પ્રશંસા કરી છે. જેમાં આ કાર્યક્રમથી ગુજરાતના લોકોની સેવા થઈ રહી છે. સરકારી યોજના લોકો સુધી પહોંચી છે કે નહીં તે જાણી શક્યો છું. લોકોની સમસ્યા ઉકેલવામાં મદદ મળી છે. સરકાર લોકોના સપના અને સંકલ્પ સાથે હંમેશા જોડાયેલી છે.

20 વર્ષ જૂની વાતોને યાદ કરી: તેમાં તેઓએ અરજદારો સાથે 20 વર્ષ જૂની વાતોને યાદ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કાર્યક્રમથી સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને એ વાતનો આનંદ છે કે અમે જે ઉદ્દેશથી સ્વાગતની શરૂઆત કરી હતી તે ઉદેશ સ્વાગત કાર્યક્રમ પરિપૂર્ણ કરી રહ્યો છે. આ કાર્યક્રમથી માત્ર લોકો પોતાની સમસ્યા જ નથી ઉકેલી શકતા પરંતુ અનેક પરિવારોની માંગ પણ ઉઠાવી શકે છે. આ કાર્યક્રમ થકી સામાન્ય માણસ પોતાની વાત સરકાર સુધી પહોંચાડી શકે છે.

યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ પ્રાપ્ત: 2003માં લોકોના પ્રશ્નોના સમાધાન માટે સ્વાગત સેવાની શરૂઆત કરી હતી. જેને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં સ્વાગત કાર્યક્રમ બાબતે સંબોધન કર્યું હતું. છેલ્લા 20 વર્ષથી ચાલતા સ્વાગત કાર્યક્રમને યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

સ્વાગત સેવા શુ છે?:શરૂઆત 2003માં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન તરીકે વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદી દ્વારા લોકોની સમસ્યાઓના ઉકેલ માટે આ શરૂઆત કરવામાં આવી હતી. સ્વાગત સેવાની વિશિષ્ટતા એ છે કે તે સામાન્ય માણસને તેમની ફરિયાદો સીધી મુખ્યપ્રધાન સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તે ઝડપી, કાર્યક્ષમ અને સમયબદ્ધ ફરિયાદ નિવારણની ખાતરી કરીને જીવનની સરળતામાં વધારો કરે છે.સરકારી આંકડા અનૂસાર અત્યાર સુધીમાં 99% થી વધુ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે

સ્વાગત કાર્યક્રમ:છેલ્લા 20 વર્ષથી રાજ્યમાં ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાય છે. જેમાં ગ્રામ સ્વાગતમાં તલાટી મંત્રી દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં રજૂઆત આપવાની રહે છે. 10 તારીખ બાદ મળેલ રજૂઆતો બીજા મહિનાના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મોકલવામાં આવે છે. જ્યારે તાલુકા સ્વાગતમાં પ્રતિમાસના ચોથા બુધવારે સવારે 11 વાગ્યેથી વર્ગ એકના અધિકારીના અધ્યક્ષ પણ આ હેઠળ આ યોજવામાં આવે છે. બાકી રહેલી અરજી મહિનાની એક થી 10 તારીખ સુધીમાં સંબંધિત મામલતદાર કચેરીમાં રજૂઆત કરવાની રહે છે. જ્યારે જિલ્લા કક્ષામાં પ્રતિમાસના ચોથા ગુરુવારે આ કાર્યક્રમ કલેકટરના અધ્યક્ષ પણ આ હેઠળ યોજાય છે. ત્યારબાદ જે અરજીઓનો નિકાલ ન આવ્યો હોય તેવામાં પ્રતિ માસના ચોથા ગુરુવારે મુખ્યપ્રધાન પોતે મુલાકાતઓને રૂબરૂ સાંભળીને સમસ્યાઓનું નિરાકરણ કરે છે.

આ પણ વાંચો Gandhinagar News : પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો સચિવાલયમાં પહોંચી, કર્ણાટક ચૂંટણી બાદ વિસ્તરણની શક્યતાઓ

ખાસ તાલીમ:સપ્તાહની ઉજવણી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં સ્વાગત સત્તાને ઉજવણીનું આયોજન કરવામાં આવી રહી છે. સ્વાગત સપ્તાહની ઉજવણી દરમિયાન રાજ્યની ગ્રામ પંચાયતના સરપંચ છે. તલાટીઓ તેમજ નવનિયુક્તિ તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા ખાસ તાલીમ પણ અપાઈ છે. જ્યારે એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહ અને રાજ્ય સરકાર દ્વારા સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો Gandhinagar News : વડોદરા જિલ્લાના સહકારી આગેવાનોએ ભાજપ સાથે 'હાથ' મિલાવી લીધો

માર્ગદર્શન આપવામાં આવ્યું:સભ્યોને તાલીમ અપાઈ સરકાર ના જણાવ્યા અનુસાર રાજ્યની 14,515 ગ્રામ પંચાયતોના 10,095 સરપંચ, 53,941 ગ્રામ પંચાયત સદસ્યોતથા 18,907 તલાટીઓ અને વી.સી.ઇ મળીને કુલ 82,943 પદાધિકારી/કર્મચારીઓએ ‘સ્વાગત’ની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત તાલીમ મેળવી હતી. આ તાલીમ દરમિયાન અધિકારીઓને તાલુકા અને ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો પરત્વે સંવેદનશીલ રહીને કાર્ય કરવા તેમજ અરજદારોની સમસ્યાઓ માટે તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે સંકલનમાં રહેવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મન કી બાત:વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા " મન કી બાત " નામના રેડિયો કાર્યક્રમ થકી લોકોને પ્રેરણારૂપ માહિતી તેમજ લોકો સુધી લોક હિતની વાત પહોંચાડવામાં આવે છે.આ કાર્યક્રમનો 100મો ભાગ પ્રસ્તુત થવાનો છે. ત્યારે સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક સાથે 10 હજાર લોકો વડાપ્રધાન મોદીની મન કી બાત સાંભળવાના છે. આ કાર્યક્રમમાં નેપાળના હોમ અફેર્સ મિનિસ્ટર પણ હાજર રહેવાના છે. આ વખતે PM મોદીની આ 100મી મન કી બાત છે. ત્યારે સ્ટેડિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાની સાથે 'મન કી બાત'નું આયોજન કરવામાં આવ્યું છે.

Last Updated : Apr 27, 2023, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details