ગુજરાત

gujarat

ETV Bharat / state

11 જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ, SDRFના નિયમોથી વધુ સહાય ચૂકવાશે, 700 કરોડની આસપાસ સહાય પેકેજ રહેશે - Hectare limit assistance

સપ્ટેમ્બર માસની 11 તારીખ બાદ રાજ્યમાં અતિભારે વરસાદ(Heavy rain)ના કારણે ત્રણ જિલ્લામાં વ્યાપક નુકશાન થયું હતું. જેમાં જૂનાગઢ, જામનગર અને રાજકોટ સૌથી વધારે પાકમાં નુકશાન જોવા મળી રહ્યું હતુ. જેને લઈને રાજ્ય સરકારની ટીમ સર્વે બાબતે કામ ધરી હતી. ત્યારે રાજ્યના 11 જિલ્લામાં સર્વેની કામગીરી પુરી પુરજોશમાં પુર્ણ જોશમાં પુરી થઈ ચુકી છે જ્યારે હજુ બાકીના 7 જિલ્લાના સર્વે વધારવામાં આવ્યો છે.

11 જિલ્લામાં સર્વેની કામગીરી પુરી, SDRFના નિયમોથી વધુ સહાય ચૂકવાશે, 700 કરોડની આસપાસ સહાય પેકેજ રહેશે
11 જિલ્લામાં સર્વેની કામગીરી પુરી, SDRFના નિયમોથી વધુ સહાય ચૂકવાશે, 700 કરોડની આસપાસ સહાય પેકેજ રહેશે

By

Published : Oct 18, 2021, 1:04 PM IST

  • રાજયમાં સર્વેની કામગીરી પુરજોશમાં
  • 11 જિલ્લામાં સર્વેની કામગીરી પુરી
  • હજુ 7 જિલ્લા સર્વે વધારવામાં આવ્યો
  • દિવાળી પહેલા સર્વે કામગીરી પૂર્ણ કરી સહાય ચૂકવામાં આવશે

ગાંધીનગર: સપ્ટેમ્બર માસની 11 તારીખ બાદ રાજ્યમાં અતિભારે વરસાદ(Heavy rain)ના કારણે ત્રણ જિલ્લામાં વ્યાપક નુકશાન થયું હતું. જેમાં જૂનાગઢ, જામનગર અને રાજકોટ જિલ્લાની રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથ વિધિના ગણતરીના કલાકો બાદ હવાઇ નિરીક્ષણ કર્યું હતું. અને સર્વેની કામગીરી શરૂ(Survey operation started) કરવાની જાહેરાત પણ કરી હતી ત્યારે જૂનાગઢ, જામનગર અને રાજકોટ જિલ્લાનું સર્વેની કામગીરી પૂર્ણ થઇ છે. પરંતુ અનેક ધારાસભ્યો અને સંસદસભ્યો(MLA and MP)ની માંગણી આધારે અન્ય 5થી 6 જિલ્લાઓમાં સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

7 જિલ્લામાં સેમ્પલ સર્વેની કામગીરી શરૂ
રાજ્યના કૃષિ વિભાગ(Department of Agriculture)માંથી મળતી માહિતી મુજબ, સાત જિલ્લાઓમાંથી સેમ્પલ સરવેની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલમાં સેમ્પલની સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. ધારાસભ્યો અને સંસદસભ્યોએ આ ઉપરના તમામ જિલ્લાઓમાં પણ વરસાદે હોવાની માગણી કરી હતી. તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ક્યાં જિલ્લામાં સર્વે પૂરો થયો

રાજ્યના 11 જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઇ છે. જામનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કાલાવડ રોડ જોડીયા, લાલપુર, જામજોધપુર, જ્યારે રાજકોટમાં ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણી, રોતિક, પડધરી, ઉપલેટા, પોરબંદર, કુતિયાણા, રાણાવાવ, જૂનાગઢ, કેશોદ, વિસાવદર, વંથલી, માણાવદર, અને માંગરોળ તાલુકામાં, સરવેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

700 કરોડનું પેકેજ જાહેર કરાઈ તેવી શક્યતાઓ

રાજ્ય સરકાર દ્વારા અનેક જિલ્લાઓમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાય છે. ત્યારે અમુક જ જિલ્લાઓમાં સર્વેની કામગીરી અંતિમ તબક્કામાં છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા રાજ્ય સરકારે બનાવેલી ત્રણ પ્રધાનોની કમિટી દ્વારા 700 કરોડ રૂપિયાનું આર્થીક સહાય પેકેજ ખેડૂતો(Financial assistance package farmers) માટે જાહેર કરે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. આમ તો 700 કરોડના પેકેજની જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે સહાયની ચુકવણી પણ કરવામાં આવશે. જે દિવાળીના તહેવાર પહેલા પેકેજ સહાય ચુકવણી શરૂ થાય તેવી પણ વાતો સૂત્રો અનુસારથી પ્રાપ્ત થઇ રહી છે, આમ ખેડૂતોને આર્થિક સહાય તેમના સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે

સહાયનું ધોરણ
1. ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાની 33% થી 60 ટકા માટે રૂપિયા 20,000પ્રતિ હેકટરમાં વધુમાં વધુ 4 હેક્ટર(Hector)ની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે
2. ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાન 60ટકાથી વધુના નુકસાન માટે રૂપ હજાર પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે

ગયા વર્ષે કેટલી સહાય ચુકવવામાં આવી

વિધાનસભા ગૃહ(Legislative Assembly)માં બજેટ શાસન દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભાગૃહમાં નિવેદન આપ્યું હતું કે, વર્ષ 2021માં ખેડૂતોને જે નુકસાન થયું હતું. તેમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના(Mukhyamantri Kisan Sahay Yojana) હેઠળ કુલ 3700 કરોડ રૃપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં એક પણ ખેડૂતોને સહાય ચૂકવવામાં બાકી રાખવામાં આવી નથી. આમ, સરકારે જાહેર કરેલા નિયમો પ્રમાણે તમામ ખેડૂતોને સહાય ચૂકવવા આવી છે. જ્યારે વર્ષ 2019માં રાજ્ય સરકારે 700 કરોડની સહાયમાં વધારો કરીને કુલ 3795 કરોડની સહાય પેકેજએ જાહેર કર્યું હતું.જેમાં 21 લાખથી વધુ ખેડૂતોને સહાય પ્રાપ્ત થઈ હતી.

આ પણ વાંચોઃદેશમાં કોલસાની કોઈ અછત નથી : કેન્દ્રીય કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ રાજ્ય પ્રધાન
આ પણ વાંચોઃખેડૂત નેતા પાલ આંબલીયાએ અતિવૃષ્ટિ જાહેર કરવા કરી માગ

ABOUT THE AUTHOR

...view details