સુરત : આમ આદમી પાર્ટીમાંથી સુરતના કોર્પોરેટરોનું ભાજપમાં જોડાવવાનો (AAP Corporator Joined BJP In Surat) સિલસિલો યથાવત છે. આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના છઠ્ઠા કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. આ સાથે જ સુરત મહાનગરપાલિકાના પાંચ મહિલા કોર્પોરેટરો (AAP Leader Joined BJP In Surat) ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના સુરતના મહિલા કોર્પોરેટરે કુંદન કોઠીયાએ ભાજપમાં જોડાતી વખતે ભાજપને મહિલાઓનું સન્માન જાળવતી પાર્ટી કહી હતી. કુંદન કોઠીયાએ ETV Bharat સાથે ખાસ વાતચીત પણ કરી હતી.
1. આપ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં શા માટે જોડાયા ?
ઉતર : ભાજપ સ્ત્રીઓનું સન્માન કરે છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપની ચૂંટાયેલી મહિલા કાર્યકરોને સન્માન મળે છે. એ જોઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છું.
2. ભાજપના મહિલા કાર્યકરે ભાજપના જ પ્રધાન પર દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે ?
- કોઈ જવાબ નહીં.
3. આમ આદમી પાર્ટીને આપની કામગીરી યોગ્ય નહીં લાગતા આપને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે ?
વોર્ડ નંબર ચારમાં આવીને કોઈ પણ મારી કામગીરી જુએ. પક્ષની અંદર રહીને મેં આ કાર્ય કર્યું છે. હું તેના પુરાવા આપી શકું છું. મારો વોર્ડ 25 થી 30 વર્ષ જૂનો છે. તેની અંદર મેં ઘણું કામ કર્યું છે.