ગાંધીનગર : સીએમ વિજય રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઇ.જી સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક યોજી હતી. જેમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-દેખરેખ અને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે જિલ્લાઓમાં સોંપેલી જવાબદારી સંભાળતા ઉચ્ચ સચિવો પણ બેઠકમાં જોડાયા હતા. આ અધિકારીઓ સાથે આગામી તારીખ 17મી મે પછી લોકડાઉનની સ્થિતીમાં કઇ રીતે છૂટછાટ આપી શકાય અને કેવી તકેદારી-સાવચેતી રાખવી તેની જિલ્લાવાર સમીક્ષા સાથે સ્થિતીનો ચિતાર મેળવી ચર્ચાઓ હાથ ધરી છે.
લોકડાઉન મુદ્દે CM રૂપાણીએ વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી યોજી બેઠક, 17 મે પછી છૂટછાટ મુદ્દે કરાઈ ચર્ચા - CM Rupani from video conference on lockdown issue
કોરોના વાઇરસ નિયત વર્તમાન પરિસ્થિતિ અને રાજ્યમાં લોકડાઉનના પાલન બાબતે ગઈકાલે સોમવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સ બાદ આજે મંગળવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તમામ જિલ્લાના કલેક્ટરો, રેન્જ આઈ.જી, મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને 17 મે પછી લોકડાઉનમાં કઈ રીતે આંશિક રાહત આપી શકાય તે બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.
![લોકડાઉન મુદ્દે CM રૂપાણીએ વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી યોજી બેઠક, 17 મે પછી છૂટછાટ મુદ્દે કરાઈ ચર્ચા લોકડાઉન મુદ્દે સીએમ રૂપાણીએ વીડિઓ કોન્ફરન્સથી લીધા સૂચનો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7165189-817-7165189-1589271830251.jpg)
લોકડાઉન મુદ્દે સીએમ રૂપાણીએ વીડિઓ કોન્ફરન્સથી લીધા સૂચનો
લોકડાઉન મુદ્દે સીએમ રૂપાણીએ વીડિઓ કોન્ફરન્સથી લીધા સૂચનો
સીએમ રૂપાણી સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ તેમજ મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત અન્ય સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ રાજ્ય મંત્રી મંડળના પ્રધાનો પણ સંબંધિત જિલ્લા મથકેથી આ વીડિયો કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા.