આ બેઠક બાદ રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, દિલ્હીથી આવેલા CBSEના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં અમદાવાદ DPS શાળાની મંજૂરી રદ્દ કરવા બાબતે તથા બાળકોને બીજી અન્ય શાળામાં બદલી આપવાની બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે રાજ્ય સરકાર પણ આ બાબતે ચિંતિત છે. CBSE સાથે મળીને કોઈપણ વિદ્યાર્થીઓનું હિતના જોખમાય તે અંગે ટૂંક સમયમાં પગલા ભરશે.
DPS સ્કૂલ વિવાદ: કેન્દ્રીય અધિકારી અને વાલીઓએ શિક્ષણ પ્રધાન સાથે બેઠક યોજી
ગાંધીનગર: અમદાવાદના પૂર્વ વિસ્તારના હાથીજણમાં આવેલી DPS પૂર્વ શાળામાં નિત્યાનંદ આશ્રમ બાબતે CBSE દ્વારા અમદાવાદ DPS પૂર્વની માન્યતા રદ્દ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. બુધવારે દિલ્હીથી CBSEના અધિકારીઓએ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરી હતી. જ્યારે વાલીઓએ પણ શિક્ષણ પ્રધાન સાથે બેઠક કરી હતી.
જ્યારે બુધવારે વાલી મંડળ પણ રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પોતાની રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યું હતું, જેમાં વાલીના જણાવ્યા પ્રમાણે તેમણે રજૂઆત કરી હતી કે, બીએપીએસ શાળા છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે અને હવે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. તેમના બાળકો રખડી પડશે સાથે જ આજુબાજુમાં DPS જેવી એક પણ શાળા નથી તથા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ DPS બોપલ અને અન્ય શાળામાં બદલી કરવાની વાત કરી હતી. વાલીઓએ જણાવ્યું કે, અમારી માગણી છે કે, DPS પૂર્વ શાળા કાર્યરત રહે અને બાળકોને ક્યાંય જવું ના પડે આ ઉપરાંત જો બાળકોને અન્ય શાળામાં મૂકવામાં આવે તો તેઓનો ભવિષ્ય વધુ બગડી શકે છે. આ સાથે જ વાલીઓએ ચીમકી આપી છે કે, જ્યાં સુધી રાજ્ય સરકારે કોઇપણ નિર્ણય નહીં કરે ત્યાં સુધી શાળાની બહાર જ વિદ્યાર્થીઓ ધરણા પર બેસી રહેશે.