ગાંધીનગર : દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ (Liquor Trade in Gujarat) ઘુસાડવામાં આવે છે અને તેનું બેફામ વેચાણ પણ થઈ રહ્યું છે. ત્યારે આ દરમિયાન વાવના કોંગી ધારાસભ્ય ગેની ઠાકોરે આક્રમક બન્યા છે. તેમણે જનતા રેડ કરીને ભાભરથી કોતરવાડાની નર્મદા કેનાલ પાસે દારૂ લઈને જતાં બૂટલેગરની ઝડપી પાડ્યો હતો અને બુટલેગર તેમજ (Attack on Congress BJP) ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો હતો.
ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોને સરકારનો રાજકીય આશ્રય મળી રહે છે : મનીષ દોશી આ પણ વાંચો :Gujarat Assembly 2022 : ભાજપના સભ્યો દારૂ અને દેહવિક્રયનો ધંધો ચલાવે છે : ગેની ઠાકોર
હપ્તારાજમાં ગળાડૂબ રહેલું -ઉલ્લેખનીય છે કે 15 માર્ચના રોજ વિધાનસભામાં (Gujarat Assembly 2022) બુટલેગરોના નામ જાહેર કર્યા બાદ હવે ધારાસભ્ય ગેની ઠાકોરે ખુદ બૂટલેગરને (Vav MLA Gani Thakor) ઉઘાડા પાડવાની શરૂઆત કરી હોય તેમ લાગી રહ્યું છે. ધારાસભ્ય ગેની ઠાકોર દ્વારા દારૂની જનતા રેડને લઈ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું કે રાજ્યના ગૃહ વિભાગ હપ્તારાજમાં ગળાડૂબ રહેલું છે.
આ પણ વાંચો :Gujarat Assembly 2022: મહિલાઓને આત્મરક્ષા માટે બંદૂકના લાયસન્સ આપો : ગેની ઠાકોર
સરકારનો રાજકીય આશ્રય મળી રહે - વધુમાં મનીષ (Congress Spokesperson Manish Doshi) દોષીએ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્ય ગેની ઠાકોર દ્વારા દારૂના વેપલાને રોકવા અનેક વિધાનસભા ગૃહમાં અને રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી છે. પરંતુ પોતાની પોલ ખુલી ન જાય તે માટે ગૃહ વિભાગે ફરિયાદીને જ આરોપી બનાવવાનો તખ્તો ઘડ્યો છે. આ બાબતને ભાજપના સાંસદ અને રાજ્યના અનેક પોલીસ અધિકારીઓ પણ કબુલ્યું છે કે ગુજરાત રાજ્યમાં દારૂ ખુલ્લેઆમ વહેંચાઈ રહ્યો છે. ત્યારે ધારાસભ્ય ગેની ઠાકોર દ્વારા જે બુટલેગરને પકડવામાં આવ્યો છે. તેની સામે પગલાં લેવામાં આવશે કે કેમ તે ગૃહપ્રધાન જણાવે છે. કારણ કે, ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોને સરકારનો રાજકીય આશ્રય મળી રહે છે.